આતંકવાદૃી જૂથ હિઝબુલ્લાહનો સફાયો કરવા ઈઝરાયેલી સેના લેબનોનમાં ઘૂસી ગઈ છે અને હવાઈ હુમલા પણ ચાલુ રાખ્યા છે
સર્વોચ્ચ નેતા ખામેનેઈના મોત બાદૃ ઈરાન નરમ પડશે તેવી માન્યતા સાથે યુએસ-ઈઝરાયેલની સેનાએ દૃરેક વ્યૂહાત્મક મોરચે હુમલા કર્યા છે. સૈન્ય મથકો, નેતાઓની બેઠક, અણુમથકોમાં તબાહી ફેલાવવામાં યુએસ-ઈઝરાયેલે કોઈ કસર રાખી નથી. શ્રીલંકાના દૃરિયા ઈરાનના યુદ્ધ જહાજ પર ટોરપિડો ઝીંકી તેને યુએસ સૈન્ય દ્વારા નષ્ટ કરી દૃેવાયુ હતું, જેમાં ૮૭થી વધુ મોત થયાનો અંદૃાજ છે. અમેરિકાને આ હુમલા માટે પસ્તાવો થાય તેવો પાઠ ભણાવવાની ચીમકી ઈરાનના વિદૃેશ મંત્રી અબ્બાસ અરાઘાચીએ આપી છે. આ યુદ્ધમાં ઈરાનમાં ૧૨૩૦, લેબનોનમાં ૭૦ અને ઈઝરાયેલમાં ૧૨થી વધુ મોત થયા છે, જ્યારે ૬ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. ઈઝરાયેલનું સૈન્ય લેબનોનમાં ઘૂસી ગયું છે અને જમીની લડાઈ ચાલી રહી છે. ઈરાને અઝરબૈઝાન પર ડ્રોન હુમલા કરી નિર્દૃોષ નાગરિકોને રંજાડ્યા હોવાનો આક્ષેપ અઝરબૈઝાને કર્યો છે.પ્રમુખ ઈલ્હામ અલિયેવે ઈરાના આ કૃત્યને આતંકવાદૃી ગણાવી વળતા હુમલાની ચીમકી આપી છે. જ્યારે ઈરાને આક્ષેપોને નકારી કાઢ્યા છે. યુએસ સૈન્યને સમર્થન આપી રહેલા પડોશી ખાડી દૃેશો પ્રત્યે પણ ઈરાને કોઈ રહેમ રાખી નથી. ઈરાને ક્રડના ઉત્પાદૃન અને વિતરણ વ્યવસ્થામાં ખલેલ ઊભી કરવાની સાથે વૈશ્ર્વિક હવાઈ મુસાફરીને પણ પ્રભાવિત કરી છે. હોર્મુઝની ખાડીમાં અનેક જહાજો પર હુમલા બાદૃ ઈરાને કુવૈત નજીક વેપારી જહાજ પર હુમલો કર્યો હતો.ઈઝરાયેલના મહત્ત્વના શહેર તેલ અવીવ અને જેરુસલેમ ઉપરાંત અન્ય ખાડી દૃેશોમાં ઈરાને હુમલા ચાલુ રાખ્યા હોવાથી સતત સાયરનો સંભળાતી હતી. અબુ ધાબીમાં યુએસની છાવણીઓ પર ઈરાને ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં છ યુએસ સૈનિકો ઘાયલ થયા હતા. કતારે દૃોહા ખાતે યુએસ દૃૂતાવાસ આસપાસનો વિસ્તાર ખાલી કરવા સ્થાનિકોને તાકિદૃ કરી છે. સાઉદૃી અરેબિયાએ જોર્ડનની સરહદૃે એક ડ્રોન નષ્ટ કર્યુ હતું.આતંકવાદૃી જૂથ હિઝબુલ્લાહનો સફાયો કરવા ઈઝરાયેલી સેના લેબનોનમાં ઘૂસી ગઈ છે અને હવાઈ હુમલા પણ ચાલુ રાખ્યા છે. બૈરુતમાં હિઝબુલ્લાહની છાવણીઓ વ્યાપક હુમલાનો સંકેત આપતાં ઈઝરાયેલે સ્થાનિકોને ઘર ખાલી કરવા સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપી છે. ઈઝરાયેલે ૨૪ કલાકમાં લેબનોનમાં ૮૦ સ્થળે હુમલા કર્યા છે.
અમેરિકા-ઈઝરાયેલના અવિરત હુમલાઓથી પારાવાર નુકસાન થવા છતાં ઈરાન પીછેહઠ કરવાના મૂડમાં નથી. કટોકટીના આ સમયમાં ઈરાન મરણિયુ બન્યું છે અને ટ્રમ્પ-નેતાન્યાહૂને લોહીલુહાણ કરવાની ચીમકી આપી છે. યુદ્ધ જહાજને નષ્ટ કરવાની ભારે િંકમત અમેરિકાએ ચૂકવવી પડશે તેવી ચીમકી આપવાની સાથે ઈરાને વધારે આક્રમક હુમલા કર્યા છે. સમરાંગણના છઠ્ઠા દિૃવસે ઈરાને અઝરબૈઝાન પર ડ્રોન હુમલા કરતાં યુદ્ધની આગ વધારે વિકરાળ બની છે તથા ૧૪ અન્ય દૃેશો પણ તેની ઝપટમાં આવ્યા છે.
