મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે ઈરાનના વિદૃેશ બાબતોના ઉપ-મંત્રી ડૉ. સઈદૃ ખતીબઝાદૃેહ ભારતની મુલાકાતે છે. દિૃલ્હીમાં આયોજિત રાયસીના સંવાદૃ ૨૦૨૬માં વક્તા તરીકે હાજર રહેલા ખતીબઝાદૃેહે વર્તમાન યુદ્ધની સ્થિતિ પર ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચેની સભ્યતાના મૂળ એકબીજા સાથે જોડાયેલા છે અને ઈરાન ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે. જોકે, વર્તમાન સંઘર્ષ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકાએ ઈરાનના અસ્તિત્વને જ સમાપ્ત કરવાનો નિર્ણય કરી લીધો છે, જેના કારણે ઈરાન પાસે હવે પ્રતિકાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. જંગની ગંભીરતા વિશે વાત કરતાં ડૉ. સઈદૃ ખતીબઝાદૃેહે કહૃાું કે, જ્યારે આપણે અત્યારે વાત કરી રહૃાા છીએ, ત્યારે મારા દૃેશવાસીઓ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવતી નિરંતર બોમ્બમારોનો સામનો કરી રહૃાા છે. તેહરાન પર સતત હુમલા થઈ રહૃાા છે. તેમણે આ લડાઈને ઈરાન માટે એક વીરતાપૂર્ણ અને રાષ્ટ્રવાદૃી યુદ્ધ ગણાવ્યું હતું. તેમણે હુંકાર કર્યો હતો કે, અમેરિકન અને ઈઝરાયલી અત્યાચારોને રોકવા માટે ઈરાન પોતાની છેલ્લી ગોળી અને છેલ્લા સૈનિક સુધી લડત આપશે.
રિલેટેડ ન્યૂઝ
-
રાજયસભા ચૂંટણી: હરિયાણા-બિહાર-ઓડીસા જામશે ક્રોસ વોટીંગનો જંગ
નવી દિલ્હી: રાજયસભાની 37 બેઠકો માટે ઉમેદવારી પત્રકોનો સમય પુરો થતા હવે તા.16 માર્ચના બિહાર, હરિયાણા-ઓડીસામાં... -
યુદ્ધને કારણે ભારતને મોટું નુકસાન! ફળ-શાકભાજી ભરેલા ૧૦૦૦થી વધુ કન્ટેનર દૃુબઈમાં ફસાયા!
મધ્ય પૂર્વમાં સંઘર્ષના કારણે મહારાષ્ટ્ર સહિત દૃેશભરના ખેડૂતો અને નિકાસકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો, મહારાષ્ટ્રથી... -
મહાયુધ્ધથી પશ્ર્ચિમ એશિયામાં વધતી અસ્થિરતા
મધ્ય-પ્ાૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અન્ો ઇરાન વચ્ચેનું યુધ્ધ વધુ ભિષણ બન્યું છે ઇરાન્ો મધ્ય પ્ાૂર્વમાં અમેરિકાના બધા...
