હવાલા ટ્રાન્ઝેક્શન અને મની ટ્રેલ : CBIએ રજૂ કર્યા પુરાવા
દિૃલ્હી લિકર કેસ મામલે એક નવો વળાંક આવ્યો છે. દિૃલ્હી હાઇકોર્ટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અરિંવદૃ કેજરીવાલ, મનીષ સિસોદિૃયા સહિતના ૨૩ આરોપીઓને મોટી રાહત આપતા નીચલી અદૃાલતના નિર્ણયને પડકારતી ઝ્રમ્ૈંની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે આ મામલે તમામ ૨૩ પક્ષકારોને નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રજૂ કરવા આદૃેશ આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી ૧૬ માર્ચના રોજ નક્કી કરવામાં આવી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અહીં સુનાવણી પૂરી નહીં થાય, ત્યાં સુધી નીચલી અદૃાલતનો ડિસ્ચાર્જ ઑર્ડર અમલી ગણાશે નહીં.
ઝ્રમ્ૈં વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કૌભાંડને દૃેશની રાજધાનીના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું. તેમણે કોર્ટમાં દૃલીલ કરી હતી કે આ નીતિ ચોક્કસ વેપારીઓને ફાયદૃો પહોંચાડવા માટે જ બનાવવામાં આવી હતી અને તેમાં હવાલા દ્વારા નાણાંની લેવડદૃેવડ થઈ હતી. ઝ્રમ્ૈંએ પુરાવા તરીકે ઈમેઇલ, વ્હોટ્સએપ ચેટ અને ૧૬૪ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા સાક્ષીઓના નિવેદૃનો રજૂ કર્યા છે. તપાસ એજન્સીનો આરોપ છે કે આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે અંદૃાજે ૧૭૦ જેટલા ફોન તોડી નાખ્યા હતા.
તુષાર મહેતાએ નીચલી અદૃાલતના આદૃેશ સામે સવાલ ઉઠાવતા કહૃાું હતું કે ગુનાહિત કાવતરું ક્યારેય ખુલ્લેઆમ રચાતું નથી અને તપાસમાં મળેલા તથ્યોને નજરઅંદૃાજ કરી શકાય નહીં. તેમણે દૃાવો કર્યો કે ગોવા ચૂંટણી માટે ૪૪.૫૦ કરોડ રૂપિયા હવાલા મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
હાઇકોર્ટે નીચલી અદૃાલતના એવા અવલોકન પર પણ રોક લગાવી છે જેમાં ઝ્રમ્ૈંના તપાસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસની ભલામણ કરવામાં આવી હતી. કોર્ટના મતે નીચલી અદૃાલતના કેટલાક અવલોકનો તથ્યાત્મક રીતે ભૂલભરેલા જણાયા છે.
