‘
તાજેતરમાં રાજકોટની જાણીતી લીટલ લોર્ડ્સ પ્રી-સ્કૂલ દ્વારા તેનો 18મો વાર્ષિક મહોત્સવ અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષનો કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહ્યો. પરંતુ શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીના સંગમ સમાન બની રહ્યો.
થીમ: “બચપન કે દિન
આ વર્ષના વાર્ષિકોત્સવની મુખ્ય થીમ “બચપન કે દિન” હતી.
બાળકોએ પોતાની નિર્દોષ અદાઓ અને અભિનય દ્વારા બાળપણની સોનેરી યાદો સ્ટેજ પર જીવંત કરી હતી.
બાળ કલાકારોએ અવનવી કૃતિઓને નૃત્યના માધ્યમથી રજૂ કરી બાળપણના રમતિયાળ દિવસો અને નિર્દોષ મસ્તીનું આલેખન કર્યું હતું. આ મનોહર પ્રદર્શન જોઈને હાજર રહેલા દરેક વાલીઓ પોતાના બાળપણના સંસ્મરણોમાં ખોવાઈ ગયા હતા.
રાજકોટનો સૌપ્રથમ અઈં જનરેટેડ શો
આ કાર્યક્રમની સૌથી વિશિષ્ટ બાબત એ હતી કે તે રાજકોટનો પ્રથમ અઈં જનરેટેડ શો સાબિત થયો.
અઈં વોઇસ: કાર્યક્રમ દરમિયાન પૃષ્ઠભૂમિમાં જે અવાજ સાંભળવા મળ્યો તે સંપૂર્ણપણે અઈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
ટેકનોલોજીનો આવો નવતર પ્રયોગ શિક્ષણ જગતમાં એક નવી દિશા ચીંધે છે.
આ પ્રયોગ દ્વારા લીટલ લોર્ડ્સ પ્રી-સ્કૂલે સાબિત કર્યું છે કે તેઓ પરંપરાગત શિક્ષણની સાથે આધુનિક ટેકનોલોજીમાં પણ અગ્રેસર છે.
