લેટરબોંબના પ્રત્યાઘાત: ૧૨ વકીલોને નોટીસ

આજથી મતગણતરી શરૂ થશે

ગુજરાત બાર કાઉન્સીલની બે દિૃવસ પહેલાં યોજાયેલી બહુ પ્રતિષ્ઠાભરી અને રસાકસીભરી ચૂંટણીમાં થયેલા મતદૃાન બાદૃ આજથી ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરીયમ ખાતે મતગણતરી શરૃ થવાની હતી પરંતુ મુખ્ય ચૂંટણી રિટર્નીંગ ઓફિસર અને અન્ય બે જોઇન્ટ રિટર્નીંગ ઓફિસર દ્વારા વહેલી સવારે જ મતદૃાનના દિૃવસે સાંજે તેઓની સાથે કેટલાક વકીલો દ્વારા થયેલા ગેરવર્તન અને ધમકીને લઇ હવે મતગણતરી વખતે પોતાની સુરક્ષાને લઇ બહુ ગંભીર સવાલ ઉઠાવતો ધડાકો કર્યો હતો અને મતગણતરી સ્થળે ફુલપ્રુફ સુરક્ષા અને ગેરવર્તન કરનારા આ ૧૨ જેટલા વકીલો વિરૃધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા સુપ્રીમકોર્ટના નિર્દૃેશાનુસાર રચાયેલી હાઇ પાવર્ડ ઇલેકશન કમીટી, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સહિતના સત્તાવાળાઓને પત્ર પાઠવી ઉગ્ર માંગણી કરી છે.
જયાં સુધી પૂરતી સુરક્ષા અને ઉમેદૃવારો તરફથી બાંહેધરી નહી અપાય ત્યાં સુધી મુખ્ય ચૂંટણી રિટર્નીંગ ઓફિસર સહિત બંને જોઇન્ટ ઓફિસરોએ મતગણતરીની પ્રક્રિયા શરૃ કરવાનો સાફ ઇક્ધાર કરી દૃેતાં બાર કાઉન્સીલના ઇતિહાસમાં સૌપ્રથમવાર મતોના કાઉન્ટીંગ(મત ગણતરી)ની પ્રક્રિયા અટકી પડી છે., બીજબાજુ, આ સમગ્ર વિવાદૃ અને ઘટનાક્રમને લઇ રાજયભરના વકીલઆલમમાં જોરદૃાર ઉહોપોહ અને ખળભળાટ મચી ગયો છે. તો સમગ્ર ન્યાયતંત્રમાં પણ આ વિવાદૃને લઇ જોરદૃાર ચર્ચા ચાલી હતી.
મુખ્ય ચૂંટણી રિટર્નીંગ ઓફિસર એચ.એમ.પરીખ, જોઇન્ટ રિટર્નીંગ ઓફિસર આર.સી.જાની અને મિલન એન.પટેલે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, હાઇ પાવર્ડ ઇલેકશન કમીટી સહિતના સત્તાધીશોને ઉદ્દેશીને લખેલા પત્રમાં મતદૃાનના દિૃવસે તા.૬-૩-૨૦૨૬ના રોજ સાંજે તેમની સાથે થયેલા કેટલાક વકીલો, ઉમેદૃવારો અને તેમના એજન્ટો દ્વારા થયેલા ગેરવર્તન અને ધમકીના ઘટનાક્રમનો ઉલ્લેખ કરાયો હતો. પત્રમાં જે ૧૨ વકીલ ઉમેદૃવારો વિરૃધ્ધ કાર્યવાહી કરવા અને પગલાં લેવાની માંગણી કરાઇ છે, તેમના નામ અને ચૂંટણીમાં તેમના ઉમેદૃવારી ક્રમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ