ઉનાના કાણેક બરડા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર સાબીત કરવા ઉપસરપંચે ફેંક્યો પડકાર!!

ભ્રષ્ટાચારની વાતો કરનારા બાળકોનું મધ્યાહન ભોજનના મસાલા ખાઈ જાય છે તેની તપાસ કરાવો

ભુતકાળમાં સ્મશાનને પણ છોડ્યું નથી, આવો સામે ગામને ભેગું કરી કોણે ભ્રષ્ટાચાર કર્યો છે સાબીત કરી બતાવું, ઉપસરપંચ મહિપતસિંહનો પડકાર

ઉના તાલુકાના કાણેક બરડાકોંગ્રેસ શાસન ગ્રામપંચાયત દ્વારા થયેલા વિકાસ કામો હલકી ગુણવત્તાના થતાં હોવાના આક્ષેપ સાથે તપાસ ની માંગણી સામતભાઈ સોલંકી અને પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવી હતી આ એહવાલો પ્રગટ થતાં ગ્રામપંચાયત ના ઉપ સરપંચ મહિપતસિંહ નો એક વિડીયો વાયરલ થયો હતો અને આ આક્ષેપ સામે પડકાર ફેંકતા ઉપ સરપંચ એ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર કોને કહેવાય એ સાબીત કરવું હોય તો ગ્રામજનો ને ભેગા કરો એટલે પુરાવા સાથે સાબીત કરી આપીશું કે ભુતકાળમાં ભાજપ શાસિત પંચાયત એ કરેલાં કાર્યોમાં સ્મશાન પણ છોડ્યું નથી કે મધ્યાહન ભોજન યોજના ના મરી મસાલા પણ છોડતા નથી આવા લોકો ક્યાં મોઢે ભ્રષ્ટાચાર ની વાતો કરી રહ્યા છે
તાકાત હોય તો ભાજપ ની સરકાર છે મુકાવો તપાસ ખાલી વાતો કરી શાસકો ને બદલામ કરવાથી કશું વળવાનું નથી પંચાયત દ્વારા થયેલાં કામો ગુણવંત અને મજબુત થયાં છે પ્લાન નક્શા એસટીમેનટ કરતાં વધું કામ ગટરો નું કરાયું છે કેટલાક લુખ્ખા લોકો ને સાથે રાખી ગટર ને તોડી નાખી ડીંડંક ઉભું કરવાથી સરપંચ ઉપસરપંચ પંચાયત ના શાસકો નું કશું બગાડી શકવાના નથી અમે સામે છાતી થોકી કહે છે સરકાર તમારી છે તપાસ કરાવો દુધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે
ભુતકાળમાં આ આક્ષેપ કરનારા લોકો એ શું કર્યું હતું તેના પુરાવા ગ્રામજનો સમક્ષ રજૂ થશે ભષ્ટ્રાચાર કોને કહેવાય તે સાબીત કરી દેખાડશુ તેવો પડકાર એક શોસિયલ મિડીયા પર વિડીયો વાયરલ કરી મહિપતસિંહ એ ચેલેન્જ આપી હતી

રિલેટેડ ન્યૂઝ