વિરપુરમાં આવિષ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રવિવારે યોજાશે ત્રણ વિવિધ કાર્યક્રમો

સર્વજ્ઞાતિ સમુહલગ્ન, ભાજપ અને જેતપુરના બાર એસો.ના નવા હોદ્ેદારોનો સન્માન સમારોહ યોજાશે

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પૂજય જલારામ બાપાની ભુમી જયાં સેવાની જયોત હંમેશા જલતી રહે છે તેવામાં વિરપુર ગામે સામાજીક પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેલી સામાજીક સંસ્થા આવિષ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત 14-મો સર્વજ્ઞાતીય સમુહ લગ્ન આગામી તા.: 15/03/2026, રવિવારના રોજ યોજાશે. જેમાં 8-સર્વજ્ઞાતીના યુગલો પ્રભુતામાં પગલા માંડશે. અહિંના પ્રખ્યાત કોઠારી મેદાન તરીકે ઓળખાય છે તે ગ્રાઉન્ડમાં સવારે 7 થી 10 નવદંપતિઓના લગ્નના આયોજન હાથ ધરવામાં આવેલ છે. ત્યારબાદ સવારે 10-30 થી 12 કલાકના સમય દરમ્યાન ભવ્ય સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવેલ છે. જે સત્કાર સમારંભમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત હોદ્દેદાર રમેશભાઈ ધડુક (ઉપપ્રમુખ), તેમજ પ્રશાંતભાઈ કોરાટ (મહામંત્રી) અને ગુજરાત બાર એસોસીએશનના નવનિયુકત ચુંટાયેલા હોદ્દેદારઓનું સન્માન ગુજરાત સરકારના કાયદો અને ન્યાયતંત્રના રાજયકક્ષાના મંત્રી કૌશીકભાઈ વેકરીયાના પ્રમુખ સ્થાને કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ 10-00 થી 10-30 કલાક દરમ્યાન ઉપર્યુકત મહાનુભાવો પૂજય જલારામ બાપાના દર્શનાર્થે જશે ત્યારબાદ મીનળવાવ ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે તેમજ હોટલ રામાયણ પાસે ભાજપના દિવંગત નેતા સ્વ. વેલજીભાઇ સરવૈયાની પ્રતિમાને પણ પુષ્પાંજલી અર્પણ કરશે. ત્યારબાદ કોઠારી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સમુહ લગ્નમાં સર્વ દાતાઓનો અભૂતપૂર્વ સહયોગ રહ્યો છે. દાતાઓના સહયોગથી દરેક નવદંપતિઓને 75 જેટલી વસ્તુઓ કરીયાવરમાં અપાશે. મુંબઇ શહેરથી દાતા નાનજી ખીમજી થાણાવાલા, ભુલેશ્વર મંદિરના વિકીભાઇ વસાણી, રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ક્ષત્રીય યુવા સમાજના પ્રમુખ ગણેશભાઈ જાડેજા, જેતપુરના મનસુખભાઈ ખાચરીયા, સંતો-મહંતો, જેતપુર બાર એસોસીએશનના સમસ્ત વકિલ મંડળ તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારઓ અને વિરપુર ગામના પ્રતિષ્ઠિત આગેવાનો તેમજ સર્વ સમાજના આગેવાનો તેમજ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. એકજ દિવસમાં 1500 માણસો માટે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે. 50 સ્વયં સેવકો ખડે પગે સેવા આપશે. આયોજન બેનમુન હોય વિરપુર ગામમાં અનેરો ઉત્સાહ પ્રેરે છે. સંસ્થા દ્વારા આયોજનની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપરોકત સર્વ જ્ઞાતીય સમુહ લગ્નમાં નવદંપતિઓને આશિર્વાદ આપવા સૌ જ્ઞાતિના આગેવાનો, સાધુ સંતો, ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ અનિલભાઈ સરવૈયા દ્વારા અપીલ કરવામાં આવેલ છે.આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ અનિલભાઈ સરવૈયા, વેપારી એસોસીએશનના અતુલભાઈ બારસીયા, લખુભાઈ બાખલખીયા, વિપુલભાઈ મેવાડા, સુભાષભાઈ સરવૈયા, અરવિંદભાઇ ચાવડા, નૈમીષભાઇ સરવૈયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ