નેશનલ સેફ્ટી વીક 2026 ના અવસર પર અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્લોટ નં. 25 ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ-સાઇટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રિલમાં જહાજના ડબલ બોટમ વિસ્તારમાં ગેસ કટિંગ દરમિયાન વિસ્ફોટ અને આગ લાગવાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરીને રેસ્ક્યૂ, ફાયર ફાઈટિંગ અને ઇમરજન્સી મેનેજમેન્ટ સંબંધિત કામગીરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ડ્રિલ દરમિયાન ઇજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા, કોન્ફાઇન્ડ સ્પેસ રેસ્ક્યૂ, આગ બુઝાવવાની કામગીરી તેમજ તાત્કાલિક તબીબી સારવાર જેવી મહત્વપૂર્ણ કામગીરીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવી તથા આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટેની તૈયારી મજબૂત બનાવવી હતો.આ મોકડ્રિલ દરમિયાન પોર્ટ ઓફિસર, અલંગની હાજરીમાં તળાજા પ્રાંત અધિકારી તથા ડિસ્ટ્રીક પ્રોજેક્ટ ઓફિસર (ઉઙઘ) સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
કાલાવડના શિશાંગમાં શનિવારથી સોમનાથ મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
તા.16મીએ સમાપનના દિવસે લોક ડાયરો: ગામજમણ કાલાવડ તાલુકાના શિશાંગ ગામે આવેલ પવિત્ર શ્રી સોમનાથ મહાદેવ મંદિર... -
જામ ખંભાળિયા સહિત જિલ્લાની નગરપાલિકામાં વહીવટી શાસન
હવે નીતિવિષયક નિર્ણયોમાં મામલતદારનો થશે હસ્તક્ષેપ રાજ્યની જુદી જુદી 71 નગરપાલિકાઓમાં કાર્યરત વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ... -
નગરપાલિકાઓની 5 વર્ષની મુદત પૂરી થતી હોઈ સૌરાષ્ટ્રની 27 સહિત રાજ્યની 71 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણુંક
રાજ્ય સરકારે હુકમ જાહેર કર્યો : પ્રાંત અધિકારી કે મામલતદારને જવાબદારી ગુજરાત સરકારના શહેરી વિકાસ અને...
