રાજ્ય સરકારે હુકમ જાહેર કર્યો : પ્રાંત અધિકારી કે મામલતદારને જવાબદારી
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની 71 નગરપાલિકાઓ માટે મહત્ત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નગરપાલિકાઓની 5 વર્ષની મુદત માર્ચ-2026માં પૂર્ણ થતી હોવાથી, આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાય અને નવી કારોબારી સમિતિની રચના થાય ત્યાં સુધી વહીવટી પ્રક્રિયા ખોરવાય નહીં તે માટે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.
સરકારના આદેશ અનુસાર, નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ-8 મુજબ ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. આ વહીવટદારો નગરપાલિકાના રોજિંદા કાર્યો જેવા કે પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, અગ્નિશમન અને સફાઈ જેવી આવશ્યક સેવાઓનું સંચાલન કરશે. જોકે, વહીવટદાર તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓ કોઈપણ નીતિ વિષયક મોટા નિર્ણયો લઈ શકશે નહીં. અલગ-અલગ જિલ્લાઓની નગરપાલિકાઓના ક્લાસ (અ, ઇ, ઈ, ઉ) મુજબ મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રની 27 નગરપાલિકામાં ક્યાં-કોને ચાર્જ સોંપાયા
ધાંગધ્રા પ્રાંત અધિકારી
લીમડી પ્રાંત અધિકારી
ચોટીલા પ્રાંત અધિકારી
પાટડી મામલતદાર
બરવાળા મામલતદાર
ભુજ પ્રાંત અધિકારી
અંજાર પ્રાંત અધિકારી
માંડવી(કચ્છ) પ્રાંત અધિકારી
મુન્દ્રા-બારોઈ પ્રાંત અધિકારી
સિક્કા મામલતદાર
ખંભાળિયા પ્રાંત અધિકારી
જામરાવલ મામલતદાર
માળિયા મિયાણા મામલતદાર
ગોંડલ પ્રાંત અધિકારી
અમરેલી પ્રાંત અધિકારી
સાવરકુંડલા પ્રાંત અધિકારી
બગસરા મામલતદાર
બાબરા મામલતદાર
દામનગર મામલતદાર
વેરાવળ પાટણ પ્રાંત અધિકારી
ઉના પ્રાંત અધિકારી
સુત્રાપાડા મામલતદાર
તાલાળા મામલતદાર
કેશોદ પ્રાંત અધિકારી
મહુવા પ્રાંત અધિકારી
પાલીતાણા પ્રાંત અધિકારી
વલ્લભીપુર મામતલદાર
