સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી વિકાસની તકો છે: વિષય નિષ્ણાંત દિનેશ કાનેત

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.માં કારકિર્દી વિકાસની તકો વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગ દ્વારા લક્ષ્ય શ્રેણી અંતર્ગત કારકિર્દી વિકાસ કેન્દ્રના સહયોગથી કારકિર્દી વિકાસની તકો વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંશોધક વિદ્યાર્થીઓ તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને મહત્વનું માર્ગદર્શન મેળવ્યું હતું.આ કાર્યક્રમમાં વિષય આમંત્રિત નિષ્ણાત દિનેશભાઈ કાનેતએ પોતાના વ્યાખ્યાનમાં સમાજશાસ્ત્ર વિષયમાં કારકિર્દીના વિવિધ વિકલ્પો, સંશોધન ક્ષેત્રે ઉપલબ્ધ તકો અને સમાજ વિકાસમાં સમાજશાસ્ત્રના મહત્વ તથા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસ, કારકિર્દી માર્ગદર્શન અને આધુનિક સમયમાં જરૂરી કૌશલ્યો વિશે મહત્વપૂર્ણ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ ઓળખી આગળ વધવા માટે પ્રેરણા આપી જીવનમાં શિસ્ત, મહેનત અને સકારાત્મક વિચારધારા અપનાવવાનો સંદેશ આપ્યો હતો.
યુનિવર્સીટીનાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે જણાવ્યુ હતુ કે, આજના ઝડપથી બદલાતા સમાજમાં સમાજશાસ્ત્રનું મહત્વ સતત વધતું જઈ રહ્યું છે. સમાજની રચના, માનવીય વર્તન, સંસ્થાઓ અને સામાજિક પરિવર્તનોને સમજવા માટે સમાજશાસ્ત્ર એક મહત્વપૂર્ણ વિષય છે. સમાજશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ ડો. જયસિંહ ઝાલાએ એકસ્પર્ટ ટોકની ભુમિકા સ્પષ્ટ કરતા જણાવ્યુ હતુ કે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ સરકાર તેમજ ખાનગી ક્ષેત્રમાં વિવિધ મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી શકે છે. સામાજિક સંશોધન સંસ્થાઓ, ગેરસરકારી સંસ્થાઓ (ગૠઘત), શિક્ષણ ક્ષેત્ર, સામાજિક સેવા સંસ્થાઓ, નીતિ નિર્માણ સંસ્થાઓ તેમજ વિકાસ સંબંધિત પ્રોજેક્ટોમાં સમાજશાસ્ત્રના નિષ્ણાતોની માંગ વધી રહી છે.
આ ઉપરાંત, સમાજશાસ્ત્રમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ સામાજિક સંશોધક, નીતિ વિશ્લેષક (ઙજ્ઞહશભુ અક્ષફહુતિ)ં, કાઉન્સેલર, શિક્ષક, સામાજિક કાર્યકર, માનવ સંસાધન નિષ્ણાત તેમજ વિકાસ અધિકારી જેવી વિવિધ કારકિર્દી વિકલ્પો પસંદ કરી શકે છે. આ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે પણ વિશાળ તકો ઉપલબ્ધ છે.સમાજશાસ્ત્ર વિભાગનાં અધ્યાપક ડો. પરાગ દેવાણીએ કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર દર્શન વેળાએ જણાવ્યુ કે વિદ્યાર્થીઓએ સમાજશાસ્ત્રને માત્ર શૈક્ષણિક વિષય તરીકે નહીં પરંતુ સમાજને સમજવા અને તેને સુધારવા માટેનું એક શક્તિશાળી સાધન તરીકે અપનાવવું જોઈએ.

રિલેટેડ ન્યૂઝ