તાલાલા વિસ્તારમાં સમસ્ત વલ્લભી વૈષ્ણવ પરિવાર દ્વારા ફુલફાગ રસિયા મનોરથ ઉજવાયો

તાલાલા શહેરમાં લોહાણા મહાજન વાડી,પટેલ ચોરા શેરી,મોનાર્ક પાર્ક ઉપરાંત આંકોલવાડી ગીર ગામે તાલાલા તાલુકાનો ફુલફાગ રસિયા મનોરથ ઉજવાયો

તાલાલા વિસ્તારમાં સમસ્ત વલ્લભી વૈષ્ણવ પરિવાર દ્રારા ફુલફાગ રસિયા મહોત્સવ ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી.. પૂ.પા.ગો.શ્રી 108 શ્રી માધવરાયજી મહારાજ ની આજ્ઞાથી તાલાલા શહેરમાં લોહાણા મહાજન વાડી,પટેલ ચોરા શેરી,મોનાર્ક પાર્ક ઉપરાંત આંકોલવાડી ગીર ગામે સમસ્ત તાલાલા તાલુકાનો ફુલફાગ રસિયા મનોરથ ઉજવાયો હતો.તાલાલા લોહાણા મહાજન વાડીમાં ફુલફાગ રસિયા મનોરથ પ્રસંગે વચનામૃત દરમ્યાન પૂ.પા.માધવરાયજી બાવાશ્રી એ સમસ્ત વલ્લભી વૈષ્ણવ પરિવાર ના સંગઠન ઉપર ભાર મૂકી… સમસ્ત હિન્દુ સનાતન ધર્મ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો વિશે ઉપયોગી માર્ગદર્શન આપી સૌને આશિર્વચન આપ્યા હતાં….સમસ્ત વલ્લભી વૈષ્ણવ પરિવાર ના માધ્યમ થી ફૂલફાગ રસિયા મનોરથ ની યોગેશભાઈ ઉનડકટે વિનંતી કરતાં આપશ્રી એ કૃપા વિનંતી સ્વીકારતાં લોહાણા મહાજન વાડી ખાતે ફુલફાગ રસિયા મનોરથ યોજાયેલ જેનાથી સૌને અવગત કરી પધારેલા સમસ્ત વલ્લભી વૈષ્ણવ પરિવાર નાં ભાવિકોનું યોગેશભાઈ ઉનડકટ તથા લોહાણા મહાજન ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.સમસ્ત વલ્લભી વૈષ્ણવ પરિવાર ના ફૂલફાગ રસિયા મનોરથ માં મધુભાઈ રાદડિયા,ગોકળભાઇ રાબડિયા,મનનભાઈ ઠુંમર,લાલાભાઈ શિંગાળા,મુકેશભાઈ સીધપરા દિપકભાઈ કારેલિયા તેમજ ગોવિંદભાઈ તેજાણી(ધાવા)ની કીર્તન મંડળીએ રસિયાની રમઝટ બોલાવી હતી.અંતમાં હંસાબેન ઉનડકટ દ્વારા સમસ્ત વલ્લભી વૈષ્ણવ પરિવાર વતી આરતી ઉતારવામાં આવેલ..આ ફૂલફાગ રસિયા મનોરથ ને સફળ બનાવવા હિતેશભાઈ રાયચુરા, જીતુભાઈ તન્ના એ આપશ્રી ની આજ્ઞા માં રહી વિશેષ જહેમત ઉઠાવી હતી.અંતમાં યોગેશભાઈ ઉનડકટ એ આ અલૌકિક મનોરથ માં ઉત્સાહભેર જોડાવવા બદલ સમસ્ત વલ્લભી વૈષ્ણવ પરિવાર,મહિલા મંડળ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ