શાપરમાં કરિયાણાની દુકાનમાંથી 42 ગેસના સિલિન્ડર જપ્ત કરાયા

કોટડાસાંગાણીના મામલતદાર સંગ્રહખોરો પર ત્રાંટક્યા

રાજકોટમાં સમગ્ર રાજયની સાથે પ્રર્વતી રહેલ ગેસ સિલિન્ડરની અછતનાં પગલે છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લા પૂરવઠા તંત્ર, દ્વારા શહેર જિલ્લામાં હોટલ, રેસ્ટોરન્ટ, સહિતની જગ્યાઓ પર અછત ચેકીંગ ચાલી રહ્યું છે. ત્યારે, આજરોજ કોટડા સાંગાણી મામલતદારે કોટડાનાં શાપરમાં એક કરીયાણાની દુકાનમાં ચેકીંગ હાથ ધરી 25-નાના અને 17-મોટા મળી કુલ-42 ખાલી એલ.પી.જી.સિલિન્ડરો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ડિ.એસ.ઓ.ઝાંપડાનાં જણાવ્યા મુજબ આજરોજ માન.કલેક્ટર તથા માર્ગદર્શન તથા સુચના અન્વયે કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામે અનઅધિકૃત રીતે વેચાણ થતા નાના મોટા કુલ 42 ગેસના સીલેન્ડરો જેની કુલ કિંમત 48050 રૂપિયા થાય છે જે કબજે કરી સીઝર કરવામાં આવેલ છે. કામગીરી મામલતદાર કોટડા સાંગાણી તથા પોલીસની ટીમને સાથે રાખીને કરવામાં આવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ