ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
સરકારે સંકેત આપ્યો છે કે ૧ એપ્રિલથી એવિએશન ટર્બાઇન યુઅલ ના ભાવમાં વધારો શક્ય છે
પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ભૂ-રાજકીય અસ્થિરતાની અસર હવે ભારતીય એરલાઇન્સ પર પડી રહી છે. સરકારે સંકેત આપ્યો છે કે ૧ એપ્રિલથી એવિએશન ટર્બાઇન યુઅલ ના ભાવમાં વધારો શક્ય છે. જોકે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે મુસાફરો પર તાત્કાલિક બોજ નહીં પડે અને આનો ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહૃાા છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, છ્હ્લ ના ભાવ દૃર મહિનાની પહેલી તારીખે નક્કી થાય છે, અને તેથી, સંભવિત અસર ૧ એપ્રિલથી જ અનુભવાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દા પર એરલાઇન્સ સાથે ચર્ચા ચાલુ છે. નાયડુએ સ્વીકાર્યું કે એરલાઇન્સ નાણાકીય દૃબાણ હેઠળ છે, પરંતુ સરકારની પ્રાથમિકતા સલામત અને નિયમિત કામગીરી સુનિશ્ર્ચિત કરવાની છે.
ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના પુરવઠામાં વિક્ષેપ અને ગલ્ફ દૃેશોમાં લાઇટ્સ સ્થગિત થવાને કારણે વીમા ખર્ચમાં વધારો થયો છે અને ઓપરેશનલ ખર્ચમાં વધારો થવાનું જોખમ છે. જો તેલના ભાવ વધે છે, તો આ સીધી રીતે છ્હ્લ ના ભાવમાં વધારો થશે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે તેમની પ્રાથમિકતા એ સુનિશ્ર્ચિત કરવાની છે કે મુસાફરોને તાત્કાલિક ઊંચા ભાડાનો સામનો ન કરવો પડે.
મંત્રી નાયડુએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિઓમાં, તેલ અને છ્હ્લ ના ભાવમાં વધારો લગભગ નિશ્ર્ચિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ,મંત્રાલયનું ધ્યાન એ સુનિશ્ર્ચિત કરવા પર રહેશે કે આનાથી ટિકિટના ભાવમાં તીવ્ર વધારો ન થાય. સરકાર મુસાફરોના હિતમાં તમામ શક્ય પગલાં લેશે.
મંત્રી નાયડુએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિઓમાં, તેલ અને છ્હ્લ ના ભાવમાં વધારો લગભગ નિશ્ર્ચિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મંત્રાલયનું ધ્યાન એ સુનિશ્ર્ચિત કરવા પર રહેશે કે આનાથી ટિકિટના ભાવમાં તીવ્ર વધારો ન થાય. સરકાર પ્રવાસીઓના હિતમાં તમામ શક્ય પગલાં લેશે.
વધેલા ખર્ચને સરભર કરવા માટે, સ્થાનિક એરલાઇન્સે પહેલાથી જ ઇંધણ સરચાર્જ લાગુ કરી દૃીધો છે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે સ્થાનિક ટિકિટ પર રૂ.૩૯૯ નો ઇંધણ સરચાર્જ લાદ્યો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય રૂટ પર, તે ઇં૧૦ થી ઇં૨૦૦ (આશરે ૧૬,૦૦૦) સુધીનો છે. ઇન્ડિગોએ અંતરના આધારે રૂ.૪૨૫ થી રૂ.૨,૩૦૦ સુધીનો સરચાર્જ લાદ્યો છે. બજેટ એરલાઇન અકાસા એરએ લાઇટના સમયગાળાના આધારે રૂ.૧૯૯ થી રૂ.૧,૩૦૦ સુધીનો ઇંધણ સરચાર્જ લાદ્યો છે.
