આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૃૂધનો કહેર; ઝેરી દૃૂધ પીવાથી ૧૬ લોકોનાં મોત, હાહાકાર મચી ગયો

આંધ્ર પ્રદૃેશના પૂર્વ ગોદૃાવરી જિલ્લામાં એક અત્યંત દૃયદ્રાવક ઘટના બની છે, જેમાં ભેળસેળવાળું દૃૂધ પીવાને કારણે ૧૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ૧૬ ફેબ્રુઆરીથી ૨૧ માર્ચ વચ્ચે સ્થાનિક ડેરીમાંથી આવતું આ ઝેરી દૃૂધ પીધા પછી લોકો ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે દૃૂધમાં ઇથિલિન ગ્લાયકોલ નામનું ખતરનાક ઝેરી કેમિકલ ભળેલું હતું, જેનાથી લોકોની કિડની ફેલ થઈ ગઈ અને ધીમે ધીમે શરીરના અન્ય અંગોએ પણ કામ કરવાનું બંધ કરી દૃીધું. કુલ ૨૦ લોકોને હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૬ લોકોનાં મોત નિપજ્યા છે, ૧ વ્યક્તિ સાજો થઈને ઘરે પરત ફર્યો છે, જ્યારે ૩ લોકો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહૃાા છે.
આ સમગ્ર ઘટનાની શરૂઆત ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં થઈ હતી. પૂર્વ ગોદૃાવરી જિલ્લાના લાલચેરુવુ, ચૌદૃેશ્ર્વરનગર અને સ્વરૂપનગર વિસ્તારના લોકો અચાનક બીમાર પડવા લાગ્યા. લોકોએ જેવું દૃૂધ પીધું કે તરત જ તેમને ઉલટી થવા લાગી, પેટમાં સખત દૃુખાવો ઉપડ્યો અને પેશાબ બંધ થઈ જવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ. આ લક્ષણો જોતા જ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવા પડ્યા હતા. ૨૨ ફેબ્રુઆરીના રોજ જ્યારે ચૌદૃેશ્ર્વરનગર અને સ્વરૂપનગરમાંથી કિડની ફેલ થવાના અનેક કેસ એકસાથે સામે આવ્યા, ત્યારે આરોગ્ય વિભાગ પણ ચોંકી ગયું અને રોગચાળાની તપાસના આદૃેશ આપ્યા.
જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યા, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે પીડિતોએ જે દૃૂધ પીધું હતું તેમાં ઇથિલિન ગ્લાયકોલ નામનું અત્યંત ઝેરી તત્વ હતું. આ જ ઝેરના કારણે પીડિતોની કિડની ફેલ થઈ અને છેવટે મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે તેમના મોત થયા. તપાસ કરતા ખબર પડી કે કોરુકોંડા મંડળના નરસાપુરમ ગામમાં આવેલી એક ડેરીમાંથી આસપાસના ૧૦૦ થી વધુ પરિવારોને આ દૃૂધ પૂરું પાડવામાં આવતું હતું. પ્રશાસને તાત્કાલિક અસરથી આ ડેરીમાંથી દૃૂધનો સપ્લાય બંધ કરાવી દૃીધો છે.
આ મામલે એક મૃતક મહિલાના પુત્ર, તાડી સીતારામૈયાએ ૨૨ ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદૃ નોંધાવી હતી. આ ફરિયાદૃના આધારે પોલીસે બીએનએસએસ (મ્દ્ગજીજી) ની કલમ ૧૯૪ હેઠળ ગુનો નોંધીને શંકાસ્પદૃ દૃૂધ વેચનારની અટકાયત કરી લીધી છે. ફોરેન્સિક ટીમોએ ડેરીના સ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ કરી પુરાવા એકઠા કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ