વીડિયો જાહેર કરીને આપી ચેતવણી ઈરાને F-35 બાદ અમેરિકાના F-15 ફાઈટર જેટને તોડી પાડ્યું

ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાને દૃાવો કર્યો છે કે તેણે હોર્મુઝ પાસે અમેરિકાના આધુનિક હ્લ-૧૫ ફાઈટર જેટને તોડી પાડ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે સમગ્ર મધ્ય પૂર્વ યુદ્ધની આગમાં સળગી રહૃાું છે. વૈશ્ર્વિક તેલ પુરવઠાનો સૌથી મોટો માર્ગ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલ રણમેદૃાન બની ગયો છે.
ઈરાનના સરકારી મીડિયા આઉટલેટ્સે આ ઘટનાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. ઈરાની જોઈન્ટ એર ડિફેન્સ કમાન્ડના જણાવ્યા અનુસાર, તેમના રડારે દૃક્ષિણ કિનારા પાસે એક અજ્ઞાત લડાયક વિમાનની ઓળખ કરી હતી. ચેતવણી આપવા છતાં જ્યારે વિમાને પોતાની દિૃશા ન બદૃલી, ત્યારે ઈરાની મિસાઈલે તેને લોક કરીને ધ્વસ્ત કરી દૃીધું હતું. ઈરાનનું કહેવું છે કે અમેરિકન વિમાન સીધી રીતે સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી રહૃાું હતું. જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દૃેખાય છે કે એક વિમાન રડાર ક્ષેત્ર પર સતત નિશાને છે, જે પછી થોડી ક્ષણો બાદૃ આકાશમાં એક જોરદૃાર વિસ્ફોટ થતો જોવા મળી રહૃાો છે.
તમને જણાવી દૃઈએ કે ફેબ્રુઆરી ૨૦૨૬ના અંતથી જ ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ ચાલી રહૃાો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં તણાવ એટલો વધી ગયો છે કે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કહૃાું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ક્રૂડ કે ગેસની અવરજવરને અવરોધવામાં આવશે, તો ઈરાનના માળખાગત સુવિધાઓ પર ભીષણ હુમલા કરવામાં આવશે. ઈરાનનો આ ઘાતક પલટવાર ટ્રમ્પની ચેતવણીનો જવાબ માનવામાં આવે છે.
જો કે અમેરિકન સંરક્ષણ વિભાગે હજુ સુધી પોતાના કોઈ હ્લ-૧૫ વિમાન ઈરાની હુમલામાં નિશાને આવ્યું હોવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ પહેલા પણ માર્ચની શરૂઆતમાં ઈરાને એક હ્લ-૩૫ વિમાન તોડી પાડવાનો દૃાવો કર્યો હતો, પરંતુ અમેરિકાએ તેને ફગાવી દૃીધો હતો.
ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની િંકમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વિશ્ર્વના કુલ ક્રૂડ અંગે ગેસ વેપારનો મોટો હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. જો આ યુદ્ધ વધુ લાંબું ખેંચાય છે, તો તે વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા માટે એક મોટો ફટકો સાબિત થશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ૨૦૨૬માં ચાલી રહેલા તણાવ દૃરમિયાન અમેરિકન સેનાને મોટું નુકસાન ઉઠાવવું પડી રહૃાું છે. રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી અમેરિકા ઓછામાં ઓછા ૧૭ સૈન્ય એરક્રાટ ગુમાવી ચૂક્યું છે, જેમાં ૧૨ ડ્રોન અને ૪ માનવ સંચાલિત વિમાન સામેલ છે. આ ઉપરાંત એક હ્લ-૩૫ ફાઈટર જેટને પણ નુકસાન પહોંચ્યું છે.
પહેલા જ્યારે ઓપરેશન િંસદૃૂર દૃરમિયાન ભારત દ્વારા હ્લ-૧૬ને તોડી પાડવાની વાત સામે આવી હતી, ત્યારે અમેરિકાએ તેનું ખંડન કર્યું હતુ, પરંતુ હવે સ્થિતિ અલગ જોવા મળી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં ટ્રમ્પને મોટું સૈન્ય નુકસાન સામે આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ