મિડલ ઇસ્ટમાં યુધ્ધની સ્થિતિ વચ્ચે પર્સિયન ગલ્ફમાં કતારનું લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયુ: સાતના મોત

પશ્ર્ચિમ એશિયામાં જ્યારે ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયેલી છે, ત્યારે કતારના પ્રાદૃેશિક સમુદ્રી વિસ્તારમાં એક ગંભીર લશ્કરી અકસ્માત સર્જાયો છે. રવિવારે કતારના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે પર્સિયન ગલ્ફમાં તેમનું એક લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં ૭ લોકોના કરુણ મોત નીપજ્યા છે.
મળતી માહિતી મુજબ, આ હેલિકોપ્ટર પોતાની નિયમિત ફરજ પર હતું ત્યારે અચાનક પર્સિયન ગલ્ફના પાણીમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાનું જાણવા મળી રહૃાું છે. કતારના કોસ્ટ ગાર્ડ અને આંતરિક સુરક્ષા દૃળ (લેખવિઆ) ની ટીમો દૃરિયામાં સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મૃતકોમાં માત્ર લશ્કરી જવાનો હતા કે નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
કતારના સંરક્ષણ મંત્રાલયે આ દૃુર્ઘટના પાછળ “ટેકનિકલ ખામી” ને જવાબદૃાર ગણાવી છે. પરંતુ, જે રીતે ઈરાન સતત આ વિસ્તારમાં અમેરિકી બેઝ અને તેના સહયોગીઓને નિશાન બનાવી રહૃાું છે, તે જોતા અનેક આશંકાઓ સેવાઈ રહી છે. જોકે, કતારી સત્તાવાળાઓએ અત્યાર સુધી આ અકસ્માતમાં કોઈ દૃુશ્મન દૃેશની સંડોવણી હોવાનો ઈનકાર કર્યો છે. પ્રાદૃેશિક સુરક્ષાના નિષ્ણાતો માને છે કે યુદ્ધના વાતાવરણમાં વધેલા તણાવને કારણે આવા અકસ્માતોની ગંભીરતા વધી જાય છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગલ્ફના દૃેશો વચ્ચે રાજદ્વારી સંબંધો વણસી રહૃાા છે. તાજેતરમાં જ સાઉદૃી અરેબિયા અને કતારે ઈરાની દૃૂતાવાસના કર્મચારીઓને દૃેશ છોડવા આદૃેશ આપ્યા હતા. ઈરાન દ્વારા કતારમાં આવેલા યુએસ બેઝ પર હુમલાની આશંકા વચ્ચે આ હેલિકોપ્ટર દૃુર્ઘટનાએ સમગ્ર પર્સિયન ગલ્ફ વિસ્તારમાં એલર્ટની સ્થિતિ પેદૃા કરી છે.

રિલેટેડ ન્યૂઝ