અમરેલીના જાહેર શૌચાલયો નર્કાગારની હાલતમાં

શહેરમાં મહિલાઓ માટે પિન્ક ટોયલેટ બનાવવાનું પાંચ વર્ષ પહેલા અપાયેલ વચન પોકળ સાબિત

અમરેલી એ જિલ્લાનું મુખ્ય મથક છે. શહેરની જનસંખ્યાનો આંક દોઢ લાખને વટાવી ગયો હોય દિગ્ગજ જનપ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓનું નિવાસ સ્થાન છે. શહેરીજનો દર વર્ષે કરોડો રૂપિયા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારની અને પાલિકાની તિજોરીમાં જમા કરાવે બદલામાં શાસકોએ પ્રાથમિક સુવિધા જનતાને આપવાની હોય છે.
પરંતુ, અમરેલીમાં શહેરીજનો માટે અત્યંત જરૂરી જાહેર શૌચાલયની કોઈ ઉત્તમ વ્યવસ્થા જ નથી. જિલ્લાનું મુખ્ય મથક હોવાથી દૂર-દૂરથી નાગરિકો તેમના રોજબરોજનાં કાર્યો અર્થે અમરેલીમાં આવતાં હોય છે છતાં તેઓને મુળભુત સુવિધા પણ અપાતી નથી.
પાંચ વર્ષ પહેલા યોજાયેલ ચૂંટણીમાં ભાજપ ઘ્વારા શહેરીજનોને અનેક વચનો અપાયા હતા. જેમાં મહિલાઓ માટે પિન્ક ટોયલેટની સુવિધા આપવાનું વચન અપાયેલ તેનું પાલન કરવામાં આવ્યું નથી.
શહેરમાં 8 થી 10 જેટલા જાહેર શૌચાલયો જોવા મળે છે. તમામ નર્કાગારની હાલતમાંજોવા મળી રહૃાા છે અને મહિલાઓ પ્રવેશ કરી શકે તેવી હાલત એક પણ શૌચાલયની નથી.
દિવસ-રાત વિકાસની ગુલબાંગો ફેંકતા જનપ્રતિનિધિઓ શહેરીજનોને જાહેર શૌચાલય જેવી સુવિધા આપી શકતા ન હોય તો આધુનિક સુવિધા તો કેવી રીતે આપશે તેવો વેધક પ્રશ્ન શહેરીજનો કરી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ