નિરવ મોદીને વધુ એક પછડાટ: પ્રત્યાર્પણ સામેની વધુ એક અરજી ફગાવાઈ

બ્રિટનની હાઈકોર્ટે જણાવ્યું કે અરજી પર વિચારણા કરવાનું કોઈ કારણ નથી

ભારતમાં સરકારી બેંકને રૂા.14 હજાર કરોડથી વધુના ફ્રોડમાં ફસાવીને વિદેશ નાશી છુટેલા નિરવ મોદી માટે મુશ્કેલી વધતી જાય છે. પંજાબ નેશનલ બેંકના કરોડોના કૌભાંડી અને ભાગેડુ હિરાના વેપારી નિરવ મોદીની ભારતને પ્રત્યાર્પણના કેસને ફરી ખોલવાની માંગણી અદાલતે ફગાવી દીધી છે
અને તેના કારણે હવે નિરવ મોદીને ભારત લાવવાનો માર્ગ વધુ સરળ થઈ ગયો છે. અગાઉ જ લંડનની હાઈકોર્ટે નિરવ મોદીને ભારતને સોંપી દેવા આદેશ આપ્યો છે. આ સામે મોદીએ ફરી રિવ્યુ પીટીશન કરી હતી. સુનાવણી દરમ્યાન બ્રિટનના ક્રાઉન પ્રોસીકયુશન સર્વિસે નિરવ મોદી વિરુદ્ધ ધારદાર દલીલ કરીને તેને તેનો અપરાધ ગંભીર હોવાનું અને તે સજાથી બચવા નાસી છુટયો હોવાનું સાબીત કર્યુ હતું. સીબીઆઈની ટીમ પણ લંડનમાં તે સમયે મોજૂદ હતી અને તેણે મોદીના અપરાધ અંગેના દસ્તાવેજો પણ સોંપ્યા હતા જે પછી હાઈકોર્ટે મોદીની અરજી ફગાવી છે અને તેને હવે ભારતને લાવવા માટે ખાસ તૈયારીઓ શરુ થઈ છે.

રિલેટેડ ન્યૂઝ