આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત:ટ્રક સાથે ટક્કર બાદૃ બસ સળગી જતા ૧૪ પ્રવાસીઓના મોત

આંધ્ર પ્રદૃેશમાં માર્કાપુરમ જિલ્લાના રાયવરમ પાસ્ો એક ખાનગી બસ માલસામાન ભરેલ ટીમર લોરી (ટ્રક) સાથે અથડાતા બંન્ો વાહનોમાં આગ ભડકી ઉઠતાં ૧૪ લોકોના મોત થયા હતા, અથડાયા બાદૃ ડિવાઇડર સાથે ટકરાઇ બંન્ો વાહનો પસટી ખાઇ ગયા હતા.

18 ગંભીર રીતે ઘાયલ: પ્રવાસીઓને બચવાની તક જ ન મળી

આંધ્રપ્રદેશમાં આજે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 14 મુસાફરો જીવતા ભડથૂ થઈ ગયા હતા અને 18 ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનગી લકઝરી બસની ટ્રક સાથે ટકકર થયા બાદ બન્ને વાહનો ભડભડ સળગી ઉઠયા હતા અને તેમાં લોકો જીવતા જ સળગી ગયા હતા.
આંધ્રપ્રદેશના માર્લ પુરમ પાસે રાયવરમ નજીક આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. પુરપાટ જતી બસ બાજરી ભરેલા ટ્રક સાથે ટકરાઈ હતી. બસ સંપૂર્ણ ખાક થઈ ગઈ હતી.
તેલંગાણાના નિર્મલથી નેલ્લોર જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને માલસામાન ભરેલા ટીપર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોમાં જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં બસમાં સવાર 14 મુસાફરો જીવતા ભૂંજાયા આ મળતી માહિતી મુજબ, હરિકૃષ્ણા ટ્રાવેલ્સની આ બસમાં આશરે 40 મુસાફરો સવાર હતા. હૈદરાબાદથી પામુર જઈ રહેલી આ બસ રાયવરમ પાસે પહોંચી ત્યારે સામેથી આવતા ટ્રક સાથે તેની અથડામણ થઈ હતી. ટક્કર બાદ બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી અને તરત જ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. મુસાફરોને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, કેટલાક મુસાફરોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને અધિકારીઓને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા તેમજ અકસ્માતની ઊંડી તપાસ કરવાના આદેશ આપ્યા છે.

રિલેટેડ ન્યૂઝ