માવઠાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો વધવા લાગ્યો

ભુજમાં 39, અમરેલીમાં 38.9 અને રાજકોટમાં 38.3 ડિગ્રી તાપમાન

હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી ફરી ત્રણ દિવસ માટે માવઠાની આગાહી કરી છે. ત્યારે ગઈકાલે ગરમીનો પારો પણ ઉંચો ચડયો હતો. ગઈકાલે 39 ડિગ્રી સાથે ભુજ રાજયનું સૌથી કરમ શહેર રહેવા પામ્યું હતું. જયારે 38.9 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ, શહેરમાં બીજા નંબરે રહેવા પામ્યું હતું.
જયારે રાજકોટમાં 38.3, અમદાવાદમાં 38, વડોદરામાં 38.4, ભાવનગરમાં 36.5 જયારે દાહોદમાં 36.2, ડાંગમાં 37.5, ડીસામાં 37, દિવમાં 35.2, ગાંધીનગરમાં 37.4, કંડલામાં 36.7, નલીયામાં 34, પોરબંદરમાં 34.5 તેમજ સુરતમાં 37.6 ડીગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
આ ઉપરાંત આજરોજ સવારમાં રાજકોટ, વેરાવળ, પોરબંદર, ઓખા, નલિયા, કંડલા અને દ્વારકામાં હવામાં 80 ટકાથી વધુ ભેજ સાથે ભેજ વાળા ઠંડા પવનો પણ ફુંકાયા હતા. એક તરફ કાલથી ફરી માવઠું અને બીજી તરફ વધતો ગરમીનો પારો, આમ લોકોને હજુ પણ ડબલ ઋતુનો સામનો કરવો પડે તેમ છે. જયારે જામનગર શહેરમાં મહતમ તાપમાનમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. આજે મહતમ તાપમાન 35 ડીગ્રી પહોંચી ગયું છે. જયારે લઘુતમ તાપમાનમાં 1 ડીગ્રી ઉંચકાઈને 24 ડીગ્રી નોંધાયુ હતું. તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત ત્રીજા દિવસે પણ 74 ટકા રહ્યું હતું. જયારે પવનની ગતિ પ્રતિકલાક 8.2 કિ.મી. રહી છે.

રિલેટેડ ન્યૂઝ