BJP માં કિડિયારુ ઉભરાયુ! 72 બેઠક સામે 1018 દાવેદારોનો રાફડો
સિનિયરો પણ હજુ ધરાતા નથી, જુનિયર કાર્યકરો કહે છે હવે તો અમારો વારો આવવા દો
રાજકોટ મનપાની ચૂંટણીમાં આ વખતે ભાજપની છાવણીમાં સિનારિયો કંઇક અલગ જ જોવા મળી રહ્યો છે. બે દિવસથી સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણી લડવા ઇચ્છુકોને સાંભળવા માટે પ્રદેશમાંથી નિરિક્ષકોની ટીમ આવી છે. શહેરના 18 વોર્ડમાં બેઠક કુલ 72 છે પણ તેની સામે દાવેદારો કિડિયારુની જેમ ઉભરાયા છે. અધધધ.. કહી શકાય તેમ 1018 દાવેદારોને ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી છે. આટલી મોટી સંખ્યામાં દાવેદારોનો રાફડો જોયને પ્રદેશના નેતાઓ પણ ચકરાવે ચડ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે રાજકોટ સહિત ગુજરાતની મહાનગરપાલિકાઓ, જીલ્લા પંચાયતો સહિત સ્થાણનિક સ્વુરાજ્ય સંસ્થાજઓની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના 72 ઉમેદવારો નક્કી કરવા માટે બે દિવસ સેન્સર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગઈકાલે પ્રથમ દિવસે 12 વોર્ડની સેન્સા લેવામાં આવી હતી. જેમાં ઉમેદવારી માટે દાવેદારોનો જાણે રાફડો ફાટયો હતો અને ગઇકાલે 12 બેઠક માટે 656 કાર્યકરોએ દાવેદારી કરી છે. સૌથી વધુ વોર્ડ નંબર 7માં 77 દાવેદારો સામે આવ્યાક છે. બાકી રહેલા 6 વોર્ડની આજે સેન્સર પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વધુએ દાવેદારી નોંધાવી છે. આજની સેન્સા પ્રક્રિયામાં વોર્ડ નંબર 9, 10, 11, 12, 16 અને 18 નંબરના 29પ થી વધુએ પોતાની દાવેદારી નોંધાવવા નિરીક્ષકો સમક્ષ સેન્સે આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાના પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ અમદાવાદમાં નિરીક્ષક હોવાથી તેમના વતી વોર્ડ નંબર 12માંથી તેમની દાવેદારી વોર્ડ નં.12ના પ્રમુખ જયેશ પંડયા દ્વારા નિરીક્ષક સમક્ષ આપવામાં આવી હતી. બીજા દિવસની સેન્સૂમાં પૂર્વ મેયર મેયર ડો.પ્રદીપ ડવ, પૂર્વ શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પૂર્વ કોર્પોરેટર શિલ્પાવબેન જાવિયા, જીતુ કાટોળીયા, દક્ષાબેન વસાણી, ચેતન સુરેજા, અશ્વિન ભોરણીયા, કંચનબેન સિધ્ધાપુરા, રાજેશ્રીબેન ડોડીયા, રણજિત સાગઠીયા, નીરૂભા વાઘેલા અને રૂચિતાબેન જોષી દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા લેવામાં આવી રહેલ સેન્સા પ્રક્રિયામાં ગઈકાલે પ્રથમ દિવસે 656 લોકોએ દાવેદારી નોંધાવી હતી, જેમાં વોર્ડ નંબર 1માં 73, 2માં 65, 3માં 56, 8માં 52, 4માં 52, 5માં 44, 6માં 57, 7માં 77, 13માં 40, 14માં 70 અને 17માં 45 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.
