સરકારે અને તેલ કંપનીઓએ ભાવવધારો સહન કરી લીધો તો ભારતમાં પેટ્રોલનો રૂા.118, ડીઝલનો રૂા.192 ભાવ હોત: મંત્રાલયે કર્યો ખુલાસો

14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની ભારતમાં કિંમત રૂા.913 પરંતુ પાકિસ્તાનમાં રૂા.1046, શ્રીલંકામાં 1242 અને નેપાળમાં રૂા.1208

નવી દિલ્હી: ઈરાનની સાથે ચાલી રહેલી ઈઝરાયેલ અને અમેરિકા સાથેની લડાઈ દરમિયાન કાચા તેલની કિંમત બેફામ વધી છે. પીપીરેસીના અનુસાર યુદ્ધ પહેલા જે તેલ ભારતને 69.01 ડોલરમાં પ્રતિ બેરલના ભાવ મળી રહ્યું હતું, તે આજની તારીખમાં 121.15 ડોલર પ્રતિ બેરલમાં પડી રહ્યું છે. ઘરેલુ ગેસની કિંમતની વાત કરીએ તો તે પણ યુદ્ધ પહેલાની તુલનામાં 44 ટકા મોંઘો થઈ ગયો છે, તેમ છતાં એલપીજીના એક સિલિન્ડર માટે આપે 916 રૂપિયા આપવા પડી રહ્યા છે, આ બાકી દેશોની તુલનામાં ઘણા ઓછા છે.
રિપોર્ટનું માનીએ તો આજની તારીખમાં પેટ્રોલ કમ સે કમ 118 રૂપિયા પ્રતિ લીટરનું હોત, જે હાલ લગભગ 95 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જયારે ડીઝલ માટે આપે 192 રૂપિયા સુધીનો વધુ ખર્ચ કરવો પડી શકતો હતો, જે આપને માત્ર 87-88 રૂપિયે લીટરના ભાવે મળે છે. પેટ્રોલિયમ મંત્રાલયના અનુસાર આપને પેટ્રોલ પર 24 રૂપિયા લિટરે ઓછા આપવા પડી રહ્યા છે, જયારે ડીઝલ પર દર લિટરે લગભગ 105 રૂપિયા સુધીની રાહત મળી રહી છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને ગેસની કિંમતોમાં ભારે ઉછાળા બાદ પણ ઘરેલુ સ્તર પર આમ આદમીના ખિસ્સા પર તેનો વધુ બોજ નથી પડવા દીધો.
મંત્રાલયના અનુસાર, જો બજારની કિંમતોને સીધી ગ્રાહકો પર લાગુ કરવામાં આવે તો આજે દેશમાં પેટ્રોલ 118 રૂપિયે લિટર અને ડીઝલ 192 રૂપિયે લીટર મળતું હોત પણ સરકાર અને સરકારી તેલ કંપનીઓ (ઓએમસીએસ)એ આ બોજો વહન કરી લીધો છે. 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવની પડોશી દેશો સાથે તુલના કરીએ તો ભારતમાં દર સિલિન્ડરે ભાવ રૂા.913 છે. જયારે પાકિસ્તાનમાં આ ભાવ રૂા.1046, શ્રીલંકામાં 1242 રૂપિયા અને નેપાળમાં 1208 રૂપિયા ભાવ છે.

રિલેટેડ ન્યૂઝ