ટ્રમ્પે ૧૦ મુદ્દાની ફોર્મ્યુલા ફગાવી: શાંતિ વાર્તા પહેલા તનાવ

લેબ્ોનોન પર ઇઝરાયેલના હુમલાથી ઇરાનની ચેતવણી:તો અમે યુધ્ધવિરામમાંથી ખસી જશુ

શાંતિપ્ાૂર્વકના અણુ કાર્યક્રમો માટે અમેરિકા સંમત થયુ છે:હોર્મુઝ સ્ટ્રેટ પરનો કબજો પણ અમારો સ્વીકારાયો છે:ઇરાનના દૃાવાન્ો નકારતા ટ્રમ્પ:લેબ્ોનોન પર ઇઝરાયેલના હુમલામાં ૨૫૪ના મોત

વોશિંગ્ટન: અમેરિકા-ઈઝરાયેલના ઈરાન પરના મોટાપાયે હુમલામાં યુદ્ધ વિરામના હજુ 24 કલાક પણ પુરા થયા નથી ત્યાં આવતીકાલથી શરૂ થનારી શાંતિ વાટાઘાટો પુર્વે જ ઈઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લા પર ભારે હુમલા ચાલુ રહેતા ઈરાને જો આ હુમલા જો ચાલુ રહેશે તો તે યુદ્ધ વિરામમાંથી બહાર થઈ જશે તેવી ચેતવણી આપી છે તો બીજી તરફ ઈરાન સાથે જે 10 મુદાઓ પર યુદ્ધ વિરામ થયુ છે તેવા અમેરિકી અખબારોના દાવાને બોગસ ગણાવી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવ્યા છે. ઈરાને જાહેર કર્યુ છે કે આ યુદ્ધનો અંત નથી અને લેબનાન પર હુમલા ચાલુ રહેશે તો તે યુદ્ધ વિરામ ફગાવતા ખચાકાશે નહી. ઈરાને જાહેર કર્યુ કે ઈઝરાયેલના હુમલા બાદ શાંતિ વાટાઘાટો અયોગ્ય હશે. ઈરાની સંસદના વડા મોહમ્મદ બાઘેર કવાલીઆફે જણાવ્યું કે ઈઝરાયેલ યુદ્ધ વિરામની શરતોનું ભંગ કર્યુ છે. તેઓએ કહ્યું કે આ જોતા દ્વિપક્ષીય યુદ્ધ વિરામનો કોઈ અર્થ રહેશે નહી. બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં જણાવ્યું કે તેઓએ ઈરાનના ઉર્જા મથકો અને નાગરિક ઠેકાણાઓ પર હુમલા નહી કરવા સ્વીકાર્યુ છે.
ઈરાને હોર્મુઝ જળમાર્ગ પુરી રીતે ખોલવાના છે. બીજી તરફ ઈરાન 10 મુદાઓ જેમાં ઈરાનના શાંતિપૂર્ણ ઉપયોગ માટે અણુકાર્યક્રમ ચાલુ રાખવા, હોર્મુઝ જળમાર્ગ પુરી રીતે ઈરાનના અંકુશમાં રહેશે તથા અમેરિકા આ ક્ષેત્રમાંથી તેના દળો પાછા ખેચશે તેવી જે 10 શરતો તેઓએ સ્વીકારી હોવાના અમેરિકી અખબારોના દાવાને ફગાવ્યો હતો.
ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકી અખબારોમાં ‘ફેક’ 10 પોઈન્ટનો યુદ્ધ વિરામ પ્લાન દર્શાવી રહ્યા છે. આ કોઈ શરતો જ નથી.

રિલેટેડ ન્યૂઝ