દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું હતું કે પિતાના નામ વિના પણ પાસપોર્ટ બનાવી શકે છે. અદાલતે કહ્યું હતું કે આ નિયમ માતા કે પિતા બન્ને પર લાગુ થઈ શકે છે, શરત એ છે કે સ્થિતિ એ દર્શાવતી હોય કે બાળક પુરી રીતે મા અથવા પિતા બન્નેમાંથી કોના સંરક્ષણમાં છે.
ન્યાયમૂર્તિ પુષ્પેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે પાંચ વર્ષની બાળકીના માના માધ્યમથી દાખલ અરજી પર સુનાવણી કરી હતી. બેન્ચે ક્ષેત્રીય પાસપોર્ટ અધિકારીને કહ્યું છે કે તે બાળકીનો પાસપોર્ટ પિતાના નામ વિના બનાવે. આ અરજીમાં બાળકીએ પિતાના નામ વિના પાસપોર્ટ બનાવવાની માંગ કરી હતી.બેન્ચે મામલાની સુનાવણી દરમિયાન જણાવ્યું કે માતા-પિતાનો પરસ્પર વિવાદ હતો. જયારે વર્ષ 2021માં ચાર મહિનાની હતી તો તેના માતા-પિતાએ અદાલતમાં પરસ્પર સમજુતીથી તલાક લેવાનો ફેસલો કર્યો હતો. બાળકી માતા પાસે રહી હતી, ત્યાં સુધી કે સ્કુલમાં તેનું ઉપનામ મા અને નાના-નાનીના ઉપનામ પર નોંધાયેલું છે. આ ઉપરાંત પીઠે એ પણ ધ્યાનમાં લીધું કે પિતાએ તલાકની સમજુતીમાં બાળકી પર કોઈ અધિકાર નથી દર્શાવ્યો, કે બાળકી કે બાળકીના પરિવારે પણ બાળકી સાથે ભવિષ્યમાં મળવાની કોઈ ઈચ્છા જાહેર નથી કરી. બેન્ચે કહ્યું હતું કે આ રીતે સંબંધોમાં જબરદસ્તીથી બાળકો સાથે પિતા અથવા માતાનું નામ જોડી રાખવું જરૂરી નથી.
