નારી શકિત વંદન કાનૂન મહિલાઓ માટે નવા યુગનું આગમન:મોદી

મહિલા અનામત કાયદામાં પ્રસ્તાવિત સંશોધન પર ચર્ચા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવનાર છે ત્યારે આ સત્ર પૂર્વે વડાપ્રધાન મોદીએ વિજ્ઞાન ભવનમાં આયોજીત નારી શકિત વંદન સંમેલનમાં ભાગ લીધો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે મહિલા અનામત કાનૂન 21મી સદીમાંના સૌથી મોટા નિર્ણયોમાંનો એક છે. આ કાર્યક્રમનું એવા સમયે આયોજન થયું હતું જયારે આગામી તા.16-18 એપ્રિલે ત્રણ દિવસીય સંસદના વિશેષ સત્રમાં બોલાવવામાં આવ્યું છે. મહિલા અનામત ખરડો આ સત્રમાં રજૂ થશે.

સંસદમાં આગામી તા.16થી 18 એપ્રિલ દરમિયાન સંસદના ખાસ સત્રમાં મહિલા અનામત ખરડો રજૂ થાય તે પહેલા નારી શકિત વંદન સંમેલનમાં પીએમનું સંબોધન

આ તકે વડાપ્રધાન મોદીએ મહિલા અનામત ખરડો એટલે કે નારી શકિત વંદન અધિનિયમ પર બોલતા અને મહિલાઓની ભૂમિકાને રેખાંકિત કરીને કહ્યું હતું કે-દેશની વિકાસ યાત્રાના મહત્વના પડાવો વચ્ચે ભારત 21મી સદીના સૌથી મોટા નિર્ણયો પૈકી એક નિર્ણય લેવા જઈ રહ્યું છે. આ ફેસલો નારી શકિત અને નારી શકિત વંદનને સમર્પિત છે. આપણા દેશની સંસદ એક નવો ઈતિહાસ રચવાની નજીક છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આ એવા એવા સમતાપૂક ભારત નિર્માણનો સંકલ્પ છે, જયાં સામાજિક ન્યાય માત્ર નારો નથી. જયાં સામાજિક ન્યાય માત્ર નારો નહી રહે, બલ્કે આપણી કાર્ય સંસ્કૃતિ, આપણી નિર્ણય પ્રક્રિયાનો સ્વાભાવિક હિસ્સો રહે. રાજયોની વિધાનસભાથી માંડીને દેશની સંસદ સુધી દાયકાઓની પ્રતીક્ષાના અંતનો સમય 16, 17 અને 18 એપ્રિલ છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે 2023માં નવી સંસદમાં નારી શકિત વંદન અધિનિયમના રૂપમાં પહેલું પગલું લેવાયું હતું, તે સમયસર લાગુ થઈ શકે, મહિલાઓની ભાગીદારી આપણી લોકશાહીને મજબૂતી આપે, તેના માટે 16 એપ્રિલે સંસદના બજેટ સત્રની વિશેષ બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે. મહિલાઓને એક નવા યુગના આગમન માટે અભિનંદન મોદીએ જણાવ્યું હતું કે ભારતની બધી મહિલાઓને એક નવા યુગના આગમન માટે અભિનંદન આપું છું.
લોકશાહી માળખામાં મહિલાઓને અનામત આપવાની જરૂરત દાયકાઓથી દરેક અનુભવી રહ્યા છે. આ વિમર્શને ચાર દાયકા વીતી ગયા. આમાં બધી પાર્ટીઓ અને અનેક પેડીના પ્રયાસો સામેલ છે. 2023માં જયારે નારીશકિત વંદન અધિનિયમ આવ્યો હતો, ત્યારે બધા પક્ષોએ એક સૂરમાં તેને અસર કરાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ