સમાજવાદૃી પાર્ટીને બધી ટિકિટ મુસ્લિમ મહિલાઓને આપવાની છૂટ: ગૃહમંત્રીએ ટોણો માર્યો
સંસદના ત્રણ દિવસમાં ખાસ સત્રમાં આજે સરકાર દ્વારા મહિલા અનામત અને નવા સિમાંકનમાં બંધારણ સુધારા સહિતના ખરડો રજુ કરતા જ જબરી ધમાલ શરુ થઈ ગઈ હતી અને વિપક્ષે આ પ્રકારે સિમાંકનમાં બંધારણીય સુધારાની સરકારના ઈરાદા પર પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. મહિલા આરક્ષણ સંબંધી ત્રણ સુધારા કાનુન સંસદમાં રજુ થતા જ કોંગ્રેસના સાંસદ કે.સી.વેણુગોપાલને સરકાર પર આરોપ મુકયો કે તે બંધારણને હાઈજેક કરવા માટે છે તો સમાજવાદી પક્ષ દ્વારા મુસ્લીમ મહિલાઓને આરક્ષણ આપવાનો મુદો ઉઠાવાયો હતો જેનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે જણાવ્યું કે ધર્મના આધારે મુસ્લીમ કે કોઈ સમુદાયમાં અનામત આપી શકાય નહી તે બંધારણની વિરુદ્ધ છે તેથી આ પ્રકારે મુસ્લીમ અનામતમાં કોઈ પ્રશ્ર્ન જ ઉભો થતો નથી. જયારે અખિલેશ યાદવે પણ ફરી એક વખત મુસ્લીમ મહિલાઓને અનામતનો મુદો ઉઠાવતા કહ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે જવાબ આપ્યો કે સમાજવાદી પક્ષ તમામ બેઠકો મુસ્લીમ મહિલાઓને લડવા આપે તો પણ અમને કોઈ વાંધો નથી.
સમાજવાદૃી પાર્ટીના સાંસદૃ ધર્મેન્દ્ર યાદૃવે કહૃાું હતું કે, જ્યાં સુધી મુસ્લિમ મહિલાઓને આરક્ષણ નહીં આપવામાં આવે, ત્યાં સુધી આનો કોઈ અર્થ નથી. આના પર અમિત શાહે કહૃાું હતું કે, મુસ્લિમોને ધર્મના આધારે આરક્ષણ અસંવૈધાનિક છે. અખિલેશ યાદૃવે કહૃાું કે, આખો દૃેશ અડધી વસ્તીને આરક્ષણ આપવા માંગે છે. હું જાણવા માંગું છું કે મુસ્લિમ મહિલાઓ માટે શું? આના પર અમિત શાહે જવાબ આપ્યો કે, સમાજવાદૃી પાર્ટી તેની તમામ ટિકિટ મુસ્લિમ મહિલાને આપી દૃે, અમને કોઈ જ વાંધો નથી. જે બાદૃ આ બિલ લોકસભામાં રજૂ કરવા જોઈએ કે નહીં, તેના માટે વોિંટગ કરાવવામાં આવી હતી. જેમાં ૨૦૭ વોટમાં હા લખેલું હતું. એટલે કે બિલ રજૂ કરવાની તરફેણમાં ૨૦૭ વોટ મળ્યા હતા.
