વિરોધ કરનારાઓને ભવિષ્યમાં કિંમત ચૂકવવી પડશે:મોદી

જ્યારે આપણે એકલા મળીએ છીએ, ત્યારે આપણે સંમત થઈએ છીએ કે હા, આ જરૂરી છે

નવી દિૃલ્હીમાં આજથી સંસદૃના શરૂ થયેલા વિશેષ સત્રમાં પ્રથમ દિૃવસ્ો મહિલા અનામત, સિમાંકન સહિતના રજુ થયેલા ત્રણ વિધાયકોન્ો લઇન્ો ખાસ કરીન્ો સિમાંકન બિલન્ો લઇન્ો લોકસભામાં વિપક્ષો હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ગ્ાૃહમાં સંબોધન કરી રહૃાા છે.

મહિલા અનામત, સિમાંકન મુદ્દે સંસદૃના ત્રણ દિૃવસના ખાસ સત્રનો તોફાની પ્રારંભ

દૃેશની અડધી વસ્તી રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદૃાર બનશે

વડાપ્રધાન મોદૃીની વિપક્ષોન્ો ચેતવણી

આપણે એક ઇતિહાસ રચવા જઇ રહૃાા છીએ

સંસદૃનું ત્રણ દિૃવસીય વિશેષ સત્ર આજે ગુરુવારથી શરૂ થયું છે. જેમાં આજે પહેલા દિૃવસે ત્રણ બિલ રજૂ પેશ થતાં જ ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસે બિલ રજૂ થતાં જ કહૃાું હતું કે, સરકાર સંવિધાનને હાઇજેક કરવા માંગે છે.
આ બાદૃ બપોરે ૩ વાગ્યે વડાપ્રધાન મોદૃીએ લોકસભામાં મહિલા આરક્ષણ પર પોતાની વાત મૂકી. લોકસભામાં મહિલા અનામત અને સીમાંકન વિષય પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ જણાવ્યું કે, આપણે ઇતિહાસ રચવા જઈ રહૃાા છીએ, દૃેશને એક નવી દિૃશા મળશે. દૃેશની અડધી વસ્તી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપશે. તેમણે કહૃાું કે, મેં પહેલા પણ કહૃાું છે કે આપણે ભાગ્યશાળી છીએ કે રાષ્ટ્ર નિર્માણ માટે નીતિ નિર્માણ પ્રક્રિયામાં દૃેશની અડધી વસ્તીને સામેલ કરવાની તક મળી છે. આપણે બધા સાંસદૃોએ આ તક હાથમાંથી ન જવા દૃેવી જોઈએ.
પીએમ મોદૃીએ કહૃાું કે, મને વિશ્ર્વાસ છે કે આ મંથનમાંથી નીકળતું અમૃત માત્ર દૃેશના રાજકીય પરિશ્યને જ નહીં, પરંતુ દૃેશની દિૃશા અને સ્થિતિને પણ આકાર આપશે. તેઓએ કહૃાું કે, ૨૧મી સદૃીમાં, ભારત નવા આત્મવિશ્ર્વાસ સાથે આગળ વધી રહૃાું છે. આપણે વિશ્ર્વભરમાં ભારતની સ્વીકૃતિ અનુભવી રહૃાા છીએ. આપણા માટે સમય આવી ગયો છે. આ વિકસિત ભારત સાથે જોડાયેલું છે.
તેમણે કહૃાું કે, મારું માનવું છે કે વિકસિત ભારત ફક્ત રોડ, રેલ કે માળખાગત સુવિધાઓના આંકડાઓ વિશે નથી, પણ દૃેશની અડધી વસ્તી નીતિનિર્માણમાં ભાગ લે તે વિશે પણ છે. આપણે પહેલાથી જ મોડું થઈ ગયું છે. દૃરેક વ્યક્તિએ આ સ્વીકારવું જોઈએ. જ્યારે આપણે એકલા મળીએ છીએ, ત્યારે આપણે સંમત થઈએ છીએ કે હા, આ જરૂરી છે. પરંતુ જેઓ ફક્ત રાજકીય દ્રષ્ટિએ વિચારે છે, તેમના માટે હું એક મિત્ર તરીકે એક સલાહ આપવા માંગુ છું, જે મદૃદૃરૂપ થશે.પીએમ મોદૃીએ કહૃાું કે, આપણા દૃેશમાં જ્યારે-જ્યારે મહિલા આરક્ષણને લઈને ચર્ચા થઈ અને ત્યારબાદૃ જ્યારે-જ્યારે ચૂંટણી આવી છે, ત્યારે મહિલાઓને મળતા આ અધિકારોનો જેઓએ વિરોધ કર્યો હતો, મહિલાઓએ તેમને માફ કર્યા નથી. એટલે કે મહિલાના અધિકારોનો વિરોધ કરનારને સૌથી ખરાબ પરિણામ ભોગવવા પડ્યા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં આવું બન્યું નહોતું, કારણ કે ત્યારે કોઈએ વિરોધ કર્યો નહોતો અને બિલને સર્વસંમતિથી પસાર કરી દૃેવામાં આવ્યું હતું. તે સમયે બધા એકસાથે હતા.
તેમણે કહૃાું કે, હું કહું છું કે જો આપણે સાથે મળીને ચાલીએ, તો ઇતિહાસ સાક્ષી છે કે આ ફક્ત એક વ્યક્તિની તરફેણમાં નહીં, પરંતુ દૃેશના લોકશાહીની તરફેણમાં આવશે. આપણે બધા તેના હકદૃાર હોઈશું. તેથી જેમને આમાં રાજકારણની ગંધ આવે છે તેમણે પોતાના પર શું પરિણામ આવશે તેનો વિચાર કરવો જોઈએ.

રિલેટેડ ન્યૂઝ