દૃેશભરમાં વાયરલ થઈ આ તસવીર મોદીએ એરપોર્ટ પર કોંગ્રેસ સીએમના કાનમાં શું કહૃાું?

પરંપરાગત ટોપી અને માળા પહેરી મોદૃીએ અચાનક સિદ્ધારમૈયાના કાનમાં કંઈક કહૃાુ અને તે સમયે આ તસવીર ક્લિક થઈ હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી આજે સવારે એક દિૃવસના કર્ણાટકના પ્રવાસે હતા. તેઓ બેંગલુરૂ એરપોર્ટ પર ઉતર્યા તો એક તસવીર વાયરલ થઈ ગઈ છે. હકીકતમાં એરપોર્ટ પર પ્રોટોકોલ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી કે પ્રતિનિધિની હાજરી જરૂરી હોય છે. કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ખુદૃ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા ઉભા હતા. પરંપરાગત ટોપી અને માળા પહેરી મોદૃીએ અચાનક સિદ્ધારમૈયાના કાનમાં કંઈક કહૃાુ અને તે સમયે આ તસવીર ક્લિક થઈ હતી.
હવે આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી લોકો વિવિધ કેપ્શન આપી રહૃાાં છે. તમે પણ વિચારો, પ્રધાનમંત્રી અને સિદ્ધારમૈયા વચ્ચે શું વાત થઈ હશે. આ તસવીર ચર્ચામાં એટલા માટે છે કારણ કે એક સપ્તાહની અંદૃર પીએમ ઘણા કોંગ્રેસી નેતાઓ સાથે વાતચીત કરવા જોવા મળ્યા, તો લોકોની ઉત્સુકતા વધી ગઈ હતી.
સામાન્ય રીતે પીએમ કોંગ્રેસ પર પ્રહારો કરતા જોવા મળે છે. પહેલા પીએમ મોદૃી રાહુલ ગાંધી સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદૃ મલ્લિકાર્જુન ખડગે સાથે હાથ મિલાવી કંઈક મજાક કરી અને હવે કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકના મુખ્યમંત્રીના કાનમાં કંઈક કહૃાુ, જેની ચર્ચા લોકો કરી રહૃાાં છે.
આમ તો ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે પરંતુ એકવાર ફરી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ખેંચતાણની અટકળો લગાવવામાં આવી રહી છે. થોડી કલાકો પહેલા સિદ્ધારમૈયાએ પોતાના રાજકીય સચિવ નઝીર અહમદૃને હટાવી દૃીધા. કારણ પાર્ટી વિરોધી ગતિવિધિ જણાવવામાં આવી રહૃાું છે. અંદૃરખાને કહેવામાં આવી રહૃાું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ સિદ્ધારમૈયાના નજીકના નેતાઓની ગતિવિધિઓથી ખુશ નથી.

રિલેટેડ ન્યૂઝ