શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત કરવામાં આવી

સેટેલાઈટ ફોન મળી આવતા કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા તપાસ દૃરમિયાન એક મહત્ત્વની ઘટના સામે આવી છે. સુરક્ષા દૃળોએ બે અમેરિકન નાગરિકોને તેમની પાસે પ્રતિબંધિત સેટેલાઈટ ફોન હોવા બદૃલ અટકાયતમાં લીધા છે. એરપોર્ટ પર સ્ક્રિિંનગ દૃરમિયાન આ સાધન મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર, આ બંને અમેરિકન નાગરિકો જ્યારે એરપોર્ટ પરથી રવાના થવાની તૈયારીમાં હતા ત્યારે સુરક્ષા તપાસ દૃરમિયાન તેમના સામાનમાંથી સેટેલાઈટ ફોન મળી આવ્યો હતો. ભારતમાં નાગરિકો કે પ્રવાસીઓ માટે સેટેલાઈટ ફોન રાખવો અથવા તેનો ઉપયોગ કરવો એ કાયદૃેસર રીતે પ્રતિબંધિત છે, સિવાય કે તેની પાસે પૂર્વ મંજૂરી હોય. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર જેવા સંવેદૃનશીલ વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર આ નિયમો ખૂબ જ કડક છે. સેટેલાઈટ ફોન જપ્ત કર્યા બાદૃ, બંને વિદૃેશી નાગરિકોને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ અત્યારે તેમની પૂછપરછ કરી રહી છે કે તેઓ આ ફોન કયા હેતુથી લાવ્યા હતા અને તેમને ભારતના નિયમો વિશે જાણકારી હતી કે નહીં.

રિલેટેડ ન્યૂઝ