અમેરિકામાં લીગલી રહેતા ૧૨ મિલિયન ઇમિગ્રન્ટની હાલત ન ઘરના ના ઘાટના જેવી

સિટિઝનશિપથી માંડી વર્ક પરમિટની ૧૨ મિલિયન જેટલી અરજીઓ પેન્ડિંગ

અમેરિકામાં લીગલી રહેતા ઈમિગ્રન્ટ્સની હાલત ડોનલ્ડ ટ્ર્મ્પે ના ઘરના કે ના ઘાટના જેવી કરી મૂકી છે. આવા લગભગ 12 મિલિયન ઈમિગ્રન્ટ્સની સિટીઝનશિપથી લઈને વર્ક પરમિટ સુધીની અલગ-અલગ પ્રકારની અરજીઓ હાલ USCIS માં પેન્ડિંગ પડી છે. સ્થિતિ એવી છે કે પોતાની એપ્લિકેશન પર ક્યારે ફાઈનલ ડિસિઝન લેવાશે તેનો એપ્લિક્ધટ્સને કોઈ આઈડિયા જ ના હોવાથી તેઓ અદ્ધર શ્વાસે અમેરિકામાં દિવસો કાઢી રહ્યા છે. 2025 શરૂ થયું છે ત્યારથી જ DHS ઈમિગ્રન્ટ્સની એપ્લિકેશન્સ પ્રોસેસ કરવામાં વધારેને વધારે સમય લઈ રહ્યું છે, જેના કારણે વેઈટિંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને પોતાની એપ્લિકેશન રિસીવ થઈ છે કે નહીં તેના ક્ધફર્મેશન માટે પણ એપ્લિક્ધટ્સે ઘણા મહિના સુધી રાહ જોવી પડે છે.ટ્રમ્પ સરકાર રોજેરોજ કેટલા ઈલીગલ એલિયન્સને પકડી રહી છે અને કેટલાને ડિપોર્ટ કરી રહી છે તેના સમાચાર લગભગ રોજેરોજ આવતા રહે છે, પરંતુ આ જ સરકારમાં અમેરિકામાં લીગલ સ્ટેટસ પર રહેતા લોકોની હાલત કેવી કફોડી બની ગઈ છે તેની કોઈ જાણકારી ભાગ્યે જ બહાર આવતી હોય છે. આ અંગે ગઙછના એક એનાલિસિસ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે USCIS માં પેન્ડિંગ એપ્લિકેશન્સનો આંકડો 12 મિલિયન સુધી પહોંચી ગયો છે.
આ આંકડો દર્શાવે છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કઈ રીતે લીગલ ઈમિગ્રેશનને પણ ધીમું પાડી દીધું છે, એપ્લિકેશન અપ્રુવ થશે કે નહીં તે વાત જવા દો..

રિલેટેડ ન્યૂઝ