દીવમાં સીવીલ ડિફેન્સ મોક એક્સર સાઈઝમાં ડી.એમ.સી. બિલ્ડીંગમાં હવાઈ હુમલામાં 6 શખ્સો થયા ધાયલ

ફાયરના જવાનોની પ્રંશસનીય કામગીરી અને હોસ્પિટલનો તમામ સ્ટાફ ખડે પગે રહી ઈજાગ્રસ્તોની કરી સારવાર

દીવમાં સીવીલ ડિફેન્સ મોક એક્સર સાઈઝમાં દીવ પ્રશાસન દ્વારા મોકડ્રીલનું નેતૃત્વ કરાયું હતું. જેમાં સાંજે 6 કલાકે સાયરન બાદ ડી.એમ.સી. બિલ્ડીંગમાં દુર્ધટના થયુ હોવાનું જાણ થતા ફાયરની ગાડીઓ અને એમ્બ્યુલન્સ ડી.એમ.સી. સ્થળે પહોંચી હતી. ડી.એમ.સી. બિલ્ડીંગમાં ઘાયલ લોકોને ફાયરના જવાનોએ બહાર કાઢયા હતા. ત્યારબાદ તાત્કાલિક આ ઈજાગ્રસ્ત શખ્સોને દીવ સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા જ્યાં તમામ સ્વાસ્થય કર્મીઓએ આ ઈજા પામેલા શખ્સોની સારવાર શરૂ કરી હતી. આ મોકડ્રીલમાં એક ફાયરના જવાન સહિત 6 ઘાયલ થયા હતા. જેમાના બે શખ્સોને ગંભીર ઈજા થતા તેમને દીવ હોસ્પિટલમાં જ આઈ.સી.યુ. માં મૂકેલ છે. ફરજ પરના તબીબે જણાવ્યું કે આ બે શખ્સોને આઈ.સી.યુ માં રાખેલ છે. અને તેઓને સારૂ થઈ જશે સમયસર સારવાર મળતા કોઈ મોટી જાન હાનિ થઈ નથી. જેથી પ્રંશાસને રાહતનો શ્ર્વાસ લીધો હતો. આ મોકડ્રીલ ડેપ્યુટી કલેકટર શીવમ મીશ્રાના નેતૃત્વમાં સફળ રીતે યોજાઈ હતી.

રિલેટેડ ન્યૂઝ