જિયો પ્લેટફોર્મનું વાર્ષિક ધોરણે 17.9 ટકા વધીને 20,060 કરોડ થયું

31મી માર્ચ, 2026 ના રોજ પૂરા થતા ક્વાર્ટર/વર્ષ માટે એકત્રિત (ક્ધસોલિડેટેડ) પરિણામો વિક્રમી વાર્ષિક એકત્રિત આવક રૂા. 1,175,919 કરોડ, વાર્ષિક ધોરણે 9.8% નો વધારો વિક્રમી વાર્ષિક એકત્રિત ઊઇઈંઝઉઅ 207,911 કરોડ, વાર્ષિક ધોરણે 13.4% નો વધારો વિક્રમી વાર્ષિક એકત્રિત ઙઅઝ રૂા. 95,610 કરોડ, વાર્ષિક ધોરણે 18.3% નો વધારો જિયો પ્લેટફોર્મ્સનું 4ચ ઋઢ26 ઊઇઈંઝઉઅ વાર્ષિક ધોરણે 17.9% વધીને રૂા. 20,060 કરોડ થયું, માર્જિન 230 બાત વધ્યું જિયોનો કુલ ગ્રાહક આધાર 524 મિલિયનથી વધુ, જેમાં 268 મિલિયન જિયો ટુ5જી (ઉંશજ્ઞ ઝિીય5ૠ) ના ગ્રાહકો છે રિલાયન્સ રિટેલનું 4ચ ઋઢ26 ઊઇઈંઝઉઅ વાર્ષિક ધોરણે 3.1% વધીને રૂા. 6,921 કરોડ થયું, સ્ટોર્સની સંખ્યા 20,000 ને પાર છઈંક (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) દ્વારા શેર દીઠ રૂા. 6/- ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે: “નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આપણે ભૂરાજકીય ખાનાખરાબી, ઊર્જા કિંમતોમાં અસ્થિરતા અને બદલાતા વૈશ્વિક વેપારની પેટર્નનો સામનો કરવો પડ્યો છે. આ અવરોધોએ વિશ્વભરના વ્યાપારને અસર કરી છે. ભારતે, અને તેની જેમજ રિલાયન્સે પણ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાનો આર્થિક વિકાસનો માર્ગ જાળવી રાખ્યો છે. અમારા પોર્ટફોલિયોના વિસ્તાર અને મજબૂત સ્થાનિક અભિગમે બાહ્ય વાતાવરણમાં રહેલી અસ્થિરતાની અસરોને ખાળવામાં મદદ કરી છે.
જિયોએ ભારતના ડિજિટલ લેન્ડસ્કેપને પરિવર્તિત કરવાનું ચાલુ રાખ્યું છે. અમે જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગ તરફ મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ. આ તેની યાત્રામાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ બનશે કારણ કે તે નવી ઊંચાઈઓ સર કરવાનું અને ભારતના ડિજિટલ ભવિષ્યમાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે. સમગ્ર વર્ષ દરમિયાન 19%ની મજબૂત ઊઇઈંઝઉઅ વૃદ્ધિ માટેના ચાલકોમાં મોબિલિટી, હોમ બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઇઝ સેવાઓમાં સતત નોંધાયેલી વૃદ્ધિનો સમાવેશ થાય છે. આપણે અઈં ટૂલ્સ અને આગામી પેઢીના ટેકનોલોજી પ્લેટફોર્મ્સ સુધીની પહોંચને સર્વસુલભ બનાવવા માટે કાર્યરત થઈ રહ્યા છીએ, તેમ-તેમ જિયો આગામી વર્ષોમાં ભારત કેવી રીતે સંદેશાવ્યવહાર કરે છે, કમ્પ્યુટ કરે છે અને ક્ધટેન્ટને ક્ધઝ્યુમ કરે છે તેને નવો આકાર આપવા માટે સુસજ્જ થયું છે.

રિલેટેડ ન્યૂઝ