વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર અને પ્યોર-પ્લે એન્જિનિયરિંગ સર્વિસીસ કંપનીઓમાંની એક ક્વેસ્ટ ગ્લોબલે આજે જાહેરાત કરી છે કે ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં ઈન્ટિગ્રેટેડ એસેટ પરફોર્મન્સ એન્જિનિયરિંગ માટે વડોદરામાં સ્થાપિત તેના સમર્પિત એન્જિનિયરિંગ સેન્ટરનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આ વિકાસ ગુજરાતને વૈશ્વિક ઊર્જા એન્જિનિયરિંગ ટેલેન્ટ માટેના એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવે છે.
જાન્યુઆરી 2026થી કાર્યરત આ વડોદરા સેન્ટર વૈશ્વિક ઊર્જા ગ્રાહકો માટે અદ્યતન એન્જિનિયરિંગ ઉકેલો પ્રદાન કરે છે. આ ઉકેલો એસેટ ઇન્ટિગ્રિટી, વિશ્વસનીયતા અને વિશ્વભરના જટિલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પર્ફોર્મન્સ ઓપ્ટિમાઇઝેશન પર કેન્દ્રિત છે. આ સેન્ટર ગ્રાહકોને તેમની કામગીરી વધુ અસરકારક બનાવવા, એસેટ ઉપલબ્ધતા વધારવા અને સમગ્ર જીવનચક્ર દરમિયાનના મેઇન્ટેનન્સ ખર્ચ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ભારતના અગત્યના રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ હબ પૈકીના એક એવા વડોદરામાં સ્થિત આ સેન્ટર ગુજરાતની મજબૂત ઔદ્યોગિક પરંપરા અને સશક્ત એન્જિનિયરિંગ ઇકોસિસ્ટમનો લાભ લે છે. ઓઈલ અને ગેસ, રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર સાથેના પ્રદેશના લાંબા સમયથી ચાલતા જોડાણને કારણે ક્વેસ્ટ ગ્લોબલ માટે વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત ટીમો ઊભી કરવી શક્ય બની છે. આ ટીમો ટેકનિકલી જટિલ, સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ અને વૈશ્વિક સ્તરે વિતરિત ઊર્જા પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.
ક્વેસ્ટ ગ્લોબલના વૈશ્વિક ડિલિવરી નેટવર્કના ભાગ તરીકે, વડોદરા સેન્ટર સ્થાનિક એન્જિનિયરિંગ પ્રતિભા અને વૈશ્વિક પ્રોગ્રામ મેનેજમેન્ટને એકસાથે લાવે છે. આ દ્વારા એન્જિનિયરોને આંતરરાષ્ટ્રીય સ્તરના એસેટ્સ, વિશાળ ઔદ્યોગિક સિસ્ટમ્સ અને આગામી પેઢીની ઊર્જા સંબંધિત પડકારો પર કામ કરવાની તકો મળે છે.
