સોમનાથ મહાદેવના દર્શને ગૃહમંત્રી અમિત શાહ

રાત્રી રોકાણ કરી વહેલી સવારે પુજન-અર્ચના કરશે: રાજકોટ હીરાસર એરપોર્ટ પર ટુંકુ રોકાણ કર્યુ

ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે પવિત્ર યાત્રાધામ સોમનાથની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આગામી ચૂંટણી પરિણામો પૂર્વે તેમની આ મુલાકાત અત્યંત સૂચક માનવામાં આવી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આવતીકાલે મંગળવારે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી સોમનાથ મહાદેવના મંદિરે પહોંચી પૂજા-અર્ચના કરશે. તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ પર જલાભિષેક અને ધ્વજારોહણ જેવી વિશેષ વિધિઓમાં ભાગ લેશે. નોંધનીય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે, તેથી તેઓ મંદિરના વહીવટી કાર્યો અને વિકાસ પ્રકલ્પોની પણ સમીક્ષા કરી શકે છે. ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં આશીર્વાદ લેવાની આ પરંપરા તેઓ અવારનવાર નિભાવતા જોવા મળે છે, જે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો સંચાર કરે છે. કેન્દ્રિય ગૃહમંત્રીના આગમનને પગલે સમગ્ર સોમનાથ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યાત્રિકોને કોઈ અગવડ ન પડે અને પ્રોટોકોલ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સોમનાથ જતા પૂર્વે રાજકોટના હિરાસર એરપોર્ટ પર ટુંકુ રોકાણ કર્યુ હતું.

રિલેટેડ ન્યૂઝ