H1B વિઝા પ્રોગ્રામ ત્રણ વર્ષ સુધી અટકાવી દૃેવા અમેરિકન સંસદૃમાં બિલ રજૂ કરાયુ

એરિઝોનાના સાંસદૃે રજૂ કરેલાં એચ-૧બી વિઝા એબ્યુઝ બિલને અન્ય સાત સાંસદૃોનું સમર્થન

સસ્તાં વિદૃેશી શ્રમિકો, અમેરિકન યુવાનોની રોજગારી પર તરાપ મારતા હોવાનો આક્ષેપ મુકતા રિપબ્લિકન પાર્ટીના સાંસદૃોએ ભારતીય પ્રોફેશ્ર્નલ્સમાં સૌથી લોકપ્રિય એવા એચ-૧બી વિઝા પ્રોગ્રામને ત્રણ વર્ષ માટે અટકાવી દૃેવાની માગ કરી છે. આ બિલમાં સૂચવાયેલાં મોટાભાગના સુધારા ભારતીય પ્રોફેશ્ર્નલ્સ માટે ફટકા સમાન છે. એરિઝોનાના સાંસદૃ એલી ક્રેને ‘એન્ડ એચ-૧બી વિઝા એબ્યુઝ એક્ટ ઓફ ૨૦૨૬ રજૂ કર્યું છે, જેને અન્ય સાત રિપબ્લિકન સાંસદૃોએ સમર્થન આપ્યું હતું. આ બિલમાં એચ-૧બી પ્રોગ્રામમાં વિવિધ સુધારા કરવાની દૃરખાસ્ત કરાઈ છે. જેમાં વાર્ષિક એચ-૧બી વિઝાની સંખ્યા વર્તમાન ૬૫,૦૦૦થી ઘટાડીને ૨૫,૦૦૦ કરવાની તથા વાર્ષિક ન્યૂનતમ વેતન બે લાખ ડોલર કરવા ઉપરાંત એચ-૧બી વિઝાધારકોને તેમના આશ્રિતોને અમેરિકામાં લાવવા પર પ્રતિબંધ મુકવાની માગ કરાઈ છે.ઉલ્લેખનીય છે કે, એચ-૧બી વિઝા પ્રોગ્રામનો સૌથી વધુ ઉપયોગ અમેરિકન ટેક્ધોલોજી કંપનીઓ દ્વારા કુશળતા ધરાવતા વિદૃેશી કર્મચારીઓની ભરતી માટે કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ