પર્યટકો માટે સુરક્ષા અને સુવિધાનું નવું સરનામું
ગુજરાતમાં આવતા પ્રવાસીઓનો અનુભવ વધુ યાદગાર અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ણય લેવાયો છે.
મુખ્ય આકર્ષણો અને લેવાયેલા નિર્ણયો:
પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ત્રણ જિલ્લાની પસંદગી: પ્રથમ તબક્કે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ કાર્યરત થશે.
પોલીસનો નવો અંદાજ: પ્રવાસીઓ પોલીસને ભીડમાં પણ તરત ઓળખી શકે તે માટે કર્મચારીઓ માટે વિશેષ ડિઝાઇનર યુનિફોર્મ અને પોલીસ વાહનો માટે ખાસ લોગો તૈયાર કરવામાં આવશે.
ડિજિટલ સુરક્ષા કવચ: પ્રવાસીઓને એક જ ક્લિક પર તમામ મદદ મળી રહે તે માટે સેન્ટ્રલ ’ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન’ લોન્ચ કરવામાં આવશે. હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: પ્રવાસન સ્થળોએ ક્ધટેનર આધારિત હેલ્પ ડેસ્ક અને કિયોસ્ક ઉભા કરાશે, જે પ્રવાસીઓને માર્ગદર્શન અને ત્વરિત સહાય પૂરી પાડશે.
કેવી રીતે થશે અમલીકરણ?
હાલમાં જે સ્થળોએ પોલીસ ચોકીઓ છે, તેને જ અપગ્રેડ કરીને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે નવા વાહનોની ખરીદી અને વિશેષ ટ્રેનિંગ પામેલા માનવબળની ફાળવણી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ પહેલથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અને મજબૂતી મળશે. આ બેઠકમાં ઈંૠઙ (વહીવટ) સહિત ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
