અમરેલીમાં જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર દ્વારા સાહિત્યક ગોષ્ઠિ યોજાઈ

વિવિધ સર્જકોએ પોતાની કૃતિઓ રજૂ કરી

અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારનાં સ્થાપક પ્રમુખ ડો. પ્રતાપભાઇ પંડયાની પ્રિય પ્રવૃતિ એટલે કે સાહિત્ય ગોષ્ઠિ સર્જક પરિવાર દ્વારા પ્રમુખ મનીષાબેન પંડયા પ્રેરિત અને વરિષ્ઠ કવિ ઉમેશભાઈ જોષીથી પ્રોત્સાહિત એપ્રિલ માસની સાહિત્ય ગોષ્ઠિ બેઠક રવિવારનાં રોજ અમરેલી ખાતે રમાબેન પંડયા હોલમાં આયોજિત કરવામાં આવી હતી. બેઠકનાં પ્રારંભે પૂર્વભૂમિકામાં પરેશ મહેતાએ સહુને આવકારી બેઠકનાં હેતુ વિશે અને ગત વિશ્વ પુસ્તક દિનની શુભેચ્છાઓ પાઠવી વાચન અભિયાનમાં ડો. પ્રતાપભાઇ પંડયાનાં પ્રદાનને યાદ કરી સહુને ગધ પદ્ય સાહિત્યનાં તમામ સ્વરૂપનું પોતીકું સર્જન રજૂ કરવા નિમંત્રિત કર્યા હતા. કેતન જોષીએ સંસ્થાની પ્રવૃતિઓથી માહિતગાર કર્યા હતા. પ્રમુખ મનીષાબેન પંડયા અને મેને.ટ્રસ્ટી ઉમેશભાઈની શુભેરછા સંદેશની નોંધ લેવામાં આવી.
વરિષ્ઠ સાહિત્યકાર, શિક્ષણવિદ રવજી કાચાની વિશેષ ઉપસ્થિતિ અને અમદાવાદનાં કવયિત્રી, બાલવાર્તાકાર નિધિબેન મહેતાની હાજરી એમના વાર્તા પઠન, કાવ્ય પાઠ સહિત અમરેલી પંથકના સર્જકો સર્વ બાલ કિશન જોગી, મુકેશ જોગી, કેતન જોષી,સતીશ જે. દવે, સલીમ શેખ, કનુભાઈ લીંબાસિયા, ફિરોઝહસનાની, શીલા મહેતા, ભીખુભાઈ જોષી, યોગેશ ભટ્ટ, સહિતનાએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. વાર્તા કાવ્યમાં સત્વ તત્વ વિશે સંવાદ થયો હતો. ભાવક સર્વ સુભાષભાઈ વ્યાસ, જીતુભાઈ જોટાસણા, જસ્મિન જોષી, સુરેશભાઈ મહેતા શાસ્ત્રીજી, માલતીબેન પંડયા, પ્રદીપભાઈ પાઠક, પ્રકાશભાઈ ડણાક સહિત ઉપસ્થિત હતા. વિશેષમાં રંગભૂમિ કલાકાર જસ્મિન જોશીએ જગદીપ ઉપાઘ્યાયની વહતા ભાભાની પ્રસિદ્ધ લોકભોગ્ય રચનાં એમની આગવી પઠન શૈલીમાં રજૂ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ