સોમનાથમાં પ્રિ-મોન્સુનની કામગીરીનું આગોતરૂ આયોજન કરવા એમએલએની માંગ

ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ

સોમનાથના ધારાસભ્ય દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંગે આગોતરું આયોજન કરવા નગરપાલિકામાં ચીફ ઓફિસર ને લેખિત રજૂઆત કરેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત વેરાવળ પાટણ સયુક્ત નગરપાલિકા ને પત્ર લખી સૂચિત કરવામાં આવ્યું કે આગામી ચોમાસાની ઋતુ સબબ આગોતરું આયોજન કરવાનું થતું હોય જેમાં વેરાવળ-ભીડીયા-પાટણ સંયુકત નગરપાલિકા વિસ્તારમાં પ્રિ-મોનસુન અંગેની કામગીરી કરવાની થાય છે, જેમાં મુખ્ય કામગીરીમાં ગટરની લાઈનોની સફાઈ કરવાની કામગીરી જેમાં શહેરમાં ખુલ્લી ગટરો આવેલ છે, જે તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવે નહિતર ખુલ્લી ગટરોમાં કચરો જવાથી ગટરોની લાઇન બંધ થઈ જશે અને વધારે વરસાદના કારણે ગટરોના પાણી સહિત તેમજ વરસાદી પાણી નીચાણ વાળા વિસ્તારોમાં જવાથી લોકોને અન્ય જગ્યા ઉપર ખસેડવા પડશે જેથી આગોતરા આયોજન દરમિયાન ગટરોની સફાઈ કરવામાં આવે તો ગટર લાઈનો મારફત પાણીનો સહેલાઈથી નિકાલ થઈ શકશે તથા સરકારી તેમજ ખાનગી મકાનો જે જર્જરિત હોય તે ઉતારવા તેમજ શહેરમાં મુખ્ય રોડ-રસ્તા, નદી, નાળા, પુલિયા તથા ઝાડ ઝાખરાની સફાઈ કરવાની થાય છે, તેમજ નગરપાલિકા હસ્તકના વિજપોલ તથા વાયરીંગ પણ તપાસી રિપેરીંગ કરવાનું થતું હોય તેમજ ચોમાસાની સીજન પહેલાં ઉપરોક્ત વિગતેની પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો લોકોમાં રોગચાળો ફાટી નીકળશે અને આરોગ્ય ઉપર અસર થાય તેવી સંભાવના છે, મુખ્ય ચોક અથવા જાહેર જગ્યા ઉપરના નગરપાલિકા હસ્તકના ખુલ્લા વિજપોલ કે ખુલ્લા વાયરીંગમાં ભેજ લાગવાથી જાનહાનિ પણ થઈ શકે તેમ હોય માટે ઉપર મુજબની પ્રિ-મોનસુન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ