વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ 94.85 ટકા અને સૌથી ઓછું દાહોદનું 57.44 ટકા પરિણામ : એ-1 ગ્રેડમાં 1576 છાત્રો અને પરિણામમાં ફરી વિદ્યાર્થીનીઓએ બાજી મારી : 100 ટકા પરિણામ ધરાવતી શાળામાં વધારો
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજકેટનું વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 1576 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવી સિધ્ધિ હાંસલ કરી છે.
જેમાં એ-વન ગ્રેડમાં રાજકોટ જીલ્લાના 199 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી તેજસ્વીતા પ્રસ્થાપિત કરી દીધી છે. જયારે સુરત જિલ્લાના 459 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં સ્થાન અંકિત કયુર્ં છે. એ-વન ગ્રેડમાં સુરતના સૌથી વધુ વિદ્યાર્થીઓ આવેલ છે.
રાજયમાં સૌથી વધુ મોરબી જિલ્લાનું પરિણામ 95.85 ટકા અને સૌથી ઓછું પરિણામ 57.44 ટકા દાહોદ જિલ્લાનું રહેવા પામેલ છે. જયારે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારીયા રહ્યું છે. કુંભારીયા કેન્દ્રનું 98.62 ટકા પરિણામ આવેલ છે. જયારે સૌથી ઓછું પરિણામ ધરાવતુ કેન્દ્ર દાહોદના લીંમડીનું 42.98 ટકા આવેલ છે.
રાજયમાં 209 શાળાઓનું 100 ટકા પરિણામ આવેલ છે જયારે 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 22 રહી છે. રાજયમાં 11756 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડમાં ઉતીર્ણ થયા છે.
શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.1ર સામાન્ય પ્રવાહ, વ્ય.પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષે 93.07 ટકા પરિણામ સાથે આ વર્ષે 9ર.71 એટલે કે 0.36 ટકા ઓછું આવ્યું છે. તો એ-1 ગ્રેડમાં પુરા રાજયમાં સુરતમાં સૌથી વધુ ર083 તથા બીજા ક્રમે રાજકોટ જિલ્લના 1184 મળી કુલ 7446 છાત્રો ટોપર્સ બન્યા છે.
રાજયમાં સૌથી વધુ પરિણામ ગુજરાતના તડાવ, કોટડા, કાંગવાઇ અને પ્રશ્ર્નાવડા કેન્દ્રનું 100 ટકા આવ્યું છે. તો સૌથી ઓછું કારઠ કેન્દ્રનું 64.88 ટકા આવ્યું છે. જિલ્લામાં આહવા-ડાંગ 97.88 ટોપ પર તથા અમદાવાદ શહેરનું ઓછું 87.10 ટકા આવ્યું છે. 100 ટકા પરિણામવાળી શાળા ગત વર્ષે ર00પ હતી જે આ વખતે ર030 થઇ છે. તો 10% કરતા ઓછા પરિણામની શાળાઓની સંખ્યા ઘટીને 13 રહી છે. કોપી કેસ ગત વર્ષે 112 અને આ વખતે 164 નોંધાયા છે.
આ પરીક્ષામાં 436પ7ર નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 43પ10ર પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 40336ર પરીક્ષાઓ ઉતીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 9ર.71 ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 168પ9 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 14864 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 9367 ઉમેદવાર સફળ થાય છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 63.0ર ટકા આવેલ છે.
આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ અંતર્ગત 3પર31 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 33પ0પ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ર0638 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 61.60 ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ અંતર્ગત ઉમેદવારો તરીકે 7889 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 741પ ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 44પ9 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 60.13 ટકા આવેલ છે.
ધો.1ર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી માર્ચ ર0ર6ની પરીક્ષાના પરિણામ બાદ તમામ વિષયોમાં પરિણમા સુધારણા માટેની તક મળે તે માટે પુરક પરીક્ષા યોજાશે. જેનો (બંને પૈકી જે પરિણામ શ્રેષ્ઠ હશે તે) લાભ મળશે જેથી તેવા વિદ્યાર્થીઓ હતાશ કે નિરાશ થયા વિના કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી તે બાબત ધ્યાને રાખી આગામી સમયમાં લેવામાં આવનાર પુરક પરીક્ષા માટે અત્યારથી જ અભ્યાસમાં તેઓ પ્રવૃત થઇ જાય તેવું બોર્ડેે જણાવ્યું છે.
ગુજરાત રાજયમાં આવેલ જુદી જુદી જેલોમાં રહેલા બંદીવાનની પરીક્ષા જેલની અંદર પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરી બંદીવાનોને તેમનું ભવિષ્ય ઉજજવળ બનાવવાની તક આપવાનો પ્રયાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે. કુલ 40 બંદીવાનોએ પરીક્ષા આપેલ જેમાંથી રર ઉમેદવાર ઉતીર્ણ થયેલ છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓનું રિઝલ્ટ
જિલ્લો ધો.12 ધો. 12
સાયન્સ સા.પ્ર.
રાજકોટ 93.36 93.69
જામનગર 89.90 92.99
પોરબંદર 82.37 91.22
ભાવનગર 92.65 95.90
બોટાદ 90.99 96.18
મોરબી 94.85 96.23
ગીર સોમનાથ 84.75 93.57
દ્વારકા 86.88 95.27
જૂનાગઢ 88.97 89.12
અમરેલી 98.13 92.00
સુરેન્દ્રનગર 92.47 96.39
