આજથી રાજકોટ ખાતે ત્રિવસીય સૌરાષ્ટ્ર પલાસ્ટ એકઝીબીશન

કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝી અને મનસુખ માંડવીયાની ખાસ ઉપસ્થિતિ

સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આવતીકાલ તા. કઠ્ઠીથી ચાર દિવસ માટે યોજાનારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિબિશન સૌરાષ્ટ્ર પ્લાસ્ટને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે અને પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક ઉધોગપતિઓ સહભાગી બન્યા છે. આજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલા ગજઈંઈ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ એક્ઝિબીશનના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રના એમ.એસ.એમ.ઈ મંત્રાલયના મંત્રી જીતનરામ માંઝી અને શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહેશે.
આ અંગે પત્રકારોને વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ જે.કે.પટેલ, મંત્રી પરેશ હાંસલિયા અને આ એક્ઝિબીશનના ચેરમેન અરુણ રોકડે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પ્લાસ્ટ-20ર6ની આ ચોથી એડીશનનો ઉદ્ધાટન સમારોહ બુધવારે સવારે 10 વાગ્યે ગજઈંઈ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે રાજકોટના સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા,ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા અને દર્શીતાબેન શાહ ઉપરાંત પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનનાં ચેરમેન રવિશ કામત, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસો.ના પ્રમુખ અનિશ પટેલ અને ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસો.ના પ્રમુખ સુનિલ શાહ વગેરે ખાસ ઉપસ્થિત રહેશે.
આ એક્ઝિબીશનમાં પ્લાસ્ટિક મશીનરી, આનુષંગિક ઉપકરણો, મોલ્ડ અને ડાઈ, પેકેજિંગ મશીનરી, પેકેજિંગ સામગ્રી, ઉમેરણો, કાચો માલ, માસ્ટરબેચ, અર્ધ તૈયાર ઉત્પાદનો, તૈયાર ઉત્પાદનો (પ્રોપ્લાસ્ટ), ઓટોમેશન, પરીક્ષણ ઉપકરણો અને ઇલેક્ટ્રિકલ ઉત્પાદનો વગેરે પ્રદર્શિત કરાશે.
આ પ્રકારના એક્ઝીબીશનનો હેતુ અંગે તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના એક્ઝીબીશનથી ગુજરાતના સમૃદ્ધ પ્લાસ્ટિક ઉધોગોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન મળે છે. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં અત્યાધુનિક મશીનરી, નવીન ઉત્પાદનો અને પ્લાસ્ટિક ઉધોગમાં નવીનતમ તકનીકોનું જીવંત પ્રદર્શન રજૂ કરવામાં આવશે. આ પત્રકાર પરીષદમાં કિશોરભાઇ કથીરીયા, રીધીશ પટોળીયા, પરાગભાઇ સંઘવી, પ્રવીણભાઇ પટેલ, વસંતભાઇ જીવાણી વગેરે ઉપસ્થિત રહયા હતા.

રિલેટેડ ન્યૂઝ