ચીનના દૃબદૃબાને પડકારવાની મોટી તૈયારી
નવી દિૃલ્હીના હૈદૃરાબાદૃ હાઉસમાં બુધવારે વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામએ ભારતની આર્થિક અને ટેકનિકલ વિકાસ દૃર જોઈને જે શબ્દૃો કહૃાા, તે વૈશ્ર્વિક મંચ પર ભારતની વધતી શાખનું પ્રમાણ છે. તેમણે ભારતને ‘દૃુનિયામાં વિકાસ અને નવાચારનું કેન્દ્ર ગણાવ્યું. રાષ્ટ્રપતિ લામએ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી સાથે સફળ વાટાઘાટો બાદૃ સ્પષ્ટ કર્યું કે, હનોઈની વિદૃેશ નીતિમાં નવી દિૃલ્હી સાથેના સંબંધો સર્વોચ્ચ પ્રાથમિકતા પર છે. છેલ્લા ૫૦ વર્ષોના અતૂટ રાજદ્વારી સંબંધો અને એક દૃાયકાની મજબૂત વ્યૂહાત્મક ભાગીદૃારીને હવે ‘એન્હાન્સ્ડ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તરીકે નવી પાંખો મળી છે. બંને દૃેશોએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે, આ મિત્રતા માત્ર બે દૃેશોના અંગત હિત માટે નથી. આ મિત્રતા સમગ્ર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિરતા અને શાંતિ માટે એક અનિવાર્ય શરત બની ચૂકી છે. વિયેતનામ હવે ભારતની વૈશ્ર્વિક ભૂમિકાના વિસ્તારને માત્ર સમર્થન જ નથી આપી રહૃાું, પરંતુ દૃરેક વૈશ્ર્વિક મંચ પર ભારતની સાથે ખભેખભા મિલાવીને ઊભા રહેવાનું વચન પણ આપી ચૂક્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દૃરમિયાન એક ખૂબ જ ભાવુક અને મહત્વપૂર્ણ મુદ્દાનો ઉલ્લેખ કર્યો. તેમણે ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદૃી હુમલાની ચર્ચા કરી હતી. પીએમ મોદૃીએ આ મુશ્કેલ અને વિષમ પરિસ્થિતિમાં ભારતનો મક્કમતાથી સાથ આપવા બદૃલ વિયેતનામની સરકાર અને ત્યાંની જનતાનો આભાર માન્યો હતો. આ તે ઊંડા વિશ્ર્વાસનો પાયો હતો જે સંકટના સમયે પરખાયો છે.
વડાપ્રધાને સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું કે, આતંકવાદૃ વિરુદ્ધ ભારતના સતત સંઘર્ષમાં વિયેતનામની િંનદૃા અને સમર્થન આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું મહત્વ ધરાવે છે.
