પીઆઈ વી.વી ઓડેદરાની આઈબીમાં બદલી
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસ બેડામાં મહત્વની બદલીના ઓર્ડર થયા છે. રાજકોટ ગ્રામ્ય એલસીબીમાં પીઆઇ તરીકે ફરજ બજાવનાર વી.વી.ઓડેદરાની આઇબીમાં બદલી થયા બાદ હવે તેમણે ચાર્જ છોડયો છે. ત્યારે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા એલસીબી પીઆઈ તરીકે ગોંડલ બી ડિવિઝનમાં ફરજ બજાવતા જે.પી.રાવની નીમણુક કરવામાં આવી છે. જયારે ગોંડલ બી ડિવિઝનમાં લીવ રીઝર્વમાંથી જી.એસ.ગઢવીને મુકવામાં આવ્યા છે. તાજેતરમાં રાજયના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પીઆઇની બદલીના સામૂહિક ઓર્ડર નીકળ્યા હતાં. જેમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવનાર વી. વી.ઓડેદરાની આઇબીમાં બદલી કરવામાં આવી હતી. જોકે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સહિતની બાબતોને લઈ જે તે સમયે તેમને ચાર્જમુકત કરવામાં આવ્યા ન હતાં. ચૂંટણી પૂર્ણ થતાં જ તેમને રાજકોટ ગ્રામ્ય પોલીસમાંથી છુટા કરવામાં આવ્યા હતાં અને બાદમાં એલસીબી પીઆઇ તરીકેનો ચાર્જ પીએસઆઈ કે.એમ.ચાવડાને સોંપવામાં આવ્યો હતો. દરમિયાન ગઇકાલે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં એલસીબી પીઆઇ તરીકે ગોંડલ બી ડિવિઝનમાં ફરજ બજાવતા જે.પી. રાવની નીમણુક કરવામાં આવી છે. જયારે ગોંડલ બી ડિવિઝનમાં લીવ રીઝર્વમાંથી જી.એસ.ગઢવીને મુકવામાં આવ્યા છે. જયારે પીએસઆઈ કે.એમ. ચાવડાને વધારાના ચાર્જમાંથી મુકત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે એલસીબી પીઆઈ તરીકે વી.વી.ઓડેદરાના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. ખાસ કરીને લોકોને રંજાડતી ગેંગ ગામે ગુજસીટોકની કામગીરી તેમજ ચોરી, લૂંટ સહિતના ગુનાઓમાં ડિટેક્સન સહિતની કામગીરીમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. આ ઉપરાંત પડકારજનક હત્યા સહિતના બનાવોનો ભેદ ઉકેલવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા નીભાવી હતી.
