તળાજાનું પીઠું કેસર કેરીથી છલકાયું: વધુ આવકથી ભાવમાં પણ 500થી 800નો ઘટાડો

સ્થાનિક કેરીની સાથે સુરત, વલસાડ, પાવાગઢથી પણ આવક

ભાવનગર જિલ્લામાં તળાજા પંથક ની કેરી વખણાય છે.એક સમયે સોસિયા, ભાંખલ, અલંગ, મીઠીવીરડી, મણાર, પીપરલા સહિતના ગામોની કેસર કેરીની વિદેશમા માગ રહેતીહતી.આ વખતે પાક ઘણોજઓછો તળાજા પીઠમા સારોભાવ મળવાના કારણે અહીંના ઇજારેદારો એ પાવાગઢ, વલસાડ,સુરત તરફ રાજાપુરી અને કેસર કેરીના આંબા રાખ્યા હોય દરોજ ગાડીઓભરી ને કેરી તળાજા પીઠમાં આવીરહીછે.
ગોહિલવાડ સહિત સૌરાષ્ટ્રમા કેસર કેરી નો પાક ખૂબઓછો છે.તેની સામે મધ્યગુજરાત મા પાક સારો હોવાના કારણે ગતવર્ષોની જેમજ છેલ્લા પાંચેક દિવસ થી તળાજા ની માર્કેટની જગ્યા ટૂંકીપડી રહીછે.રોડપર કેરીઓના કેરેટ ગોઠવી ને હરાજી કરવી પડી રહી છે.
કેરી ની પુષ્કળ આવકના પગલે છેલ્લા દસેક દિવસમાં માર્કેટ 500 થી 800 રૂપિયા તૂટીગઈ છે.માર્કેટ તૂટવાના કારણમા હસનભાઈ ઉચડિયા એ જણાવ્યું હતુ કે કેરીઓ જેટલી આવે તેટલી તળાજા પીઠમાં વેચાય જાય છે પરંતુ સસ્તામાં જાય છે,રિટેઇલ બજારમાં કરંટ નથી.
પાંચેક દિવસ પહેલા જે કેરી મણદીઠ રૂ.2300-2500 મા જતી હતી એ હવે રૂ.1800/- મા જાય છે. આજે તળાજા ના પીઠમા સારી ક્વોલિટી નો ભાવ હાઈએસ્ટ 1900/- આસપાસ રહ્યો હતો.
દલાલો નું માનવું છેકે હજુ આવક વધશે.સ્થાનિક આંબાઓમા જે પહેલો બીજો મોર ખરીગયેલ ત્યારબાદ જે વધેલ છે તેની હવે આવક શરૂ થઈ છે.એટલે આવતા દિવસોમા કેરીની આવકવધી શકેછે.
આર્થિક રીતે સામાન્ય પરિવારો માટે કેરી દોહ્યલી
કેસર કેરીનો પ્રારંભિક ભાવ રૂ.4000/- આસપાસ રહ્યોહતો. કાચી કેરી રિટેલ વેપારીને રૂ.200ની કિલો પડતી હતી.આજે સરેરાશ 1500 થી 1900 છે.1 કિલો કેરી રૂ.75 થી 90 મા પડે છે.જે છૂટક બજારમાં પાક્યા પછી રૂ.100 કે તેનાથી વધુ ભાવે વેચાય છે.આર્થિક રીતે સામાન્ય પરિવારો હોય તેઓને માટે ફળોનો રાજા ગણાતી કેરી ભાવ વધારા ના કારણે દોહયુલી બની છે.
છૂટક કરતા ઘરેદાબો નાખવો આરોગ્ય માટે સારો
કોઈપણ શહેરમા છૂટક વેચાણમા મળતી કેરીઓમાં મોટાભાગની કેરીઓ કેમિકલ,ચાઈનીઝ પડીકીથી પકવવામા આવેછે.જે આરોગ્ય માટે નુકસાનકારક કારક છે.સાથે કેમિકલ થી પકવેલ કેરી ની મીઠાશ ઘરે કાચી કેરી નો દાબો નાખીને જે પકવવામા આવે છે તેના જેવી મીઠાશ પણ આવતી નથી.કાચીકેરી હરાજી થતીહોય ત્યાંથી ખરીદી કરી ને દાબો નાખવામાં આવેતે આરોગ્ય અને સ્વાદ માટે જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ