દારૂ મંગાવનારની શોધખોળ
સુરેન્દ્રનગર જિલ્લો જાણે કે દારૂની હેરાફેરીનું મોટુ પીઠુ બની ગયો છે. કારણ કે વારંવાર અત્રેથી દારૂનો જંગી જથ્થો ઝડપાય છે. ત્યારે ફરી એકવાર ગઇકાલે રાત્રીનાં લખતરમાંથી પોલીસે રૂા. ર9.7પ લાખથી વધુનો દારૂ-બીયરનો જંગી જથ્થો ઝડપી લીધો હતો.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઇપીએસ) રાજકોટ વિભાગ દ્વારા આગામી તા. 10-11ના રોજ વડાપ્રધાનનો જામનગર ખાતેના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેકટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.
દરમ્યાન એ.એસ.આઇ. યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પો.હેડ.કોન્સ. રાજદીપસિંહ ઝાલા, પો.કોન્સ. ફતેસંગ પરમાર તથા દિલીપસિંહ સિંધવને મળેલ ચોકકસ હકીકત આધારે સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ગામે સુથાર શેરીમાં દારૂનો જથ્થો રખાવનાર ઇમરાન ઉર્ફે મસાલ હબીબશા તથા તેનો ભાઇ શાહરૂખશા હબીબશા તથા રેડવાળી જગ્યાના કબ્જા ભોગવટો ધરાવતા અને મદદગારી કરતા ઇસમ મોઇન મુસ્તુફા અને હીરાભાઇ ભરવાડના રહેણાંક મકાનમાં રેઇડ કરી અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ 7163 તથા બીયરના ટીન નંગ-1080 જેની કુલ કિં. રૂા. 29,75,292 તથા મો.સા. કિં. રૂા. 7પ,000 તથા તાલપત્રી-2 કિં. 600 મળી કુલ કિં. રૂા. 30,4પ,89રના મુદ્દામાલ પકડી પાડી લખતર પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાયેલ છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર અપૂર્વ પટેલ, પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.એસ.આઇ. યોગેન્દ્રસિંહ નટુભા ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ વાઘેલા, અતુલભાઇ ડાભી તથા પો.હેડ. કોન્સ. રાજદીપસિંહ સતુભા ઝાલા, પો.કોન્સ. ફતેસંગ ધીરભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.
