વડાપ્રધાન મોદીની અપીલને અમીત શાહ- ફડણવીસનુ સમર્થન; આર્થિક મોરચે મોટા નિર્ણયો? મોદી બાદ પેટ્રોલીયમમંત્રીના સૂચક વિધાન

પેટ્રોલિયમ કંપનીઓની ત્રિમાસિક ખોટ 1 લાખ કરોડને પહોંચવાનો હરદીપપુરીનો નિર્દેશ

પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારા ઉપરાંત સોનાની આયાત જકાતમાં વૃદ્ધિ સહિતના નિર્ણયો આવી રહ્યાની અટકળા

મધ્યપુર્વમાં અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે વિશ્ર્વસ્તરે સર્જાયેલા તેલસંકટમાં ભારતને પણ મોટો ફટકો છે. તેલ કંપનીઓને દસ્તાવેજની 1600 થી 1700 કરોડની ખોટ છે. છેલ્લા 10 સપ્તાહમાં ખોટનો આંકડો એક લાખ કરોડને આંબી ગયો છે ત્યારે હવે પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો વધારો થવાના ભણકારા છે. સરકારે એકથી વધુ વખત ભાવવધારો નહીં કરવાની ચોખવટ કરવા છતાં નવા ઘટનાક્રમો સૂચક છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલિયમ વપરાશ કરકસર-કાળજીથી કરવા તથા વર્ક ફ્રોમ હોમ સિસ્ટમ અપનાવવા જેવી સલાહ આપ્યા બાદ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પણ પેટ્રોલિયમ કંપનીઓની જંગી ખોટ વિશે સૂચક વિધાનો કર્યા છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડતેલ તથા ગેસના ભાવ આસમાને છે. ભારતીય તેલ કંપનીઓ મોંઘાભાવે ખરીદી રહી છે. પડતર કિંમત તેનાથી પણ ઉંચી જાય છે. પરંતુ સામાન્ય જનતાને મોંઘવારીના મારથી બચાવવા સરકારે કોઈ ભાવવધારો કર્યો નથી. આ કારણે સરકારે તેલ કંપનીઓને દરરોજ 1000 કરોડનુ નુકશાન છે. ત્રિમાસિક નુકશાનીનો આંકડો એક લાખ કરોડનો થવાનો અંદાજ છે.
દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ગૃહમંત્રી અમીત શાહ તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સમર્થન આપીને તેને આત્મનિર્ભર ભારતનો રોડમેપ સમાન ગણાવી છે. વૈશ્ર્વિક કટોકટી વખતે ઉર્જા બચત એ જ રાષ્ટ્રને સ્થિર રાખવાનો માર્ગ હોવાનુ અમીત શાહે કહ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આપણે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો આવનારા સમયમાં અછતનો સામનો કરવો પડી શકે છે.

રિલેટેડ ન્યૂઝ