કેશોદના સજા વોરંટમાં નાસતા-ફરતા આરોપીની ધરપકડ

સજા વોરંટની બજવણી કરી જૂનાગઢ જેલ હવાલે કરાયો

વંથલી પોલીસે ફેમીલી કોર્ટ કેશોદના સજા વોરંટના ઘણા સમયથી નાસ્તા-ફરતા ઇસમને પકડી, સજા વોરંટની બજવણી કરી, જુનાગઢ જેલ હવાલે કરી દીધો હતો.
કેશોદ ફેમીલી કોર્ટના સજા વોરંટનો આરોપી જીવરાજભાઇ બાબુભાઇ ઉર્ફે બધાભાઇ પરમાર (રહે.સાંતલપુર ધાર, તા.વંથલી) હાલ માળીયા હાટીના તાબેના અમરાપુર ગીર ખાતે હોય તેવી ટેકનીકલ સોર્સ તેમજ ખાનગી રાહે વંથલી પોલીસને હકીકત મળતા પોલીસ ઇન્સપેક્ટર બી.જી.ચેતરીયા એ પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ જી.કારાવદરાને હકીકત વાળી જગ્યાએથી સામાવાળાને પકડી લાવવાની સુચના આપતા પોલીસ હેડ કોન્સટેબલ સુરેશભાઇ પ્રવિણભાઇ દાફડા અને પોલીસ કોન્સટેબલ હૈદરઅલી ઇબ્રાહીમભાઇ કચરાને સાથે લઇ હકીકતવાળી જગ્યાએ તપાસ કરી, મજકુર ઇસમને પકડી પાડી, વંથલી પોલીસ સ્ટેશન લાવી, ફેમીલી કોર્ટ કેશોદના સજા વોરંટની બજવણી કરી, જુનાગઢ જેલ હવાલે કરેલ હતો.

રિલેટેડ ન્યૂઝ