પેટ્રોલ-ડિઝલમાં પ્રતિ લીટર રૂા.4-5 રાંધણગેસમાં પ્રતિ સિલીન્ડર રૂા.50 સુધીનો વધારો થશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઓછો કરવા સોનાની ખરીદી હાલ ટાળવા સહિતની જે અપીલ કરી તેના પર વધુ આગળ વાત કહેતા કેન્દ્રના આઈટી મંત્રી શ્રી અશ્ર્વીની વૈષ્ણવે કહ્યું કે વિદેશી હુંડીયામણ બચાવવું તે જરૂરી બની ગયુ છે. તેઓએ વ્યાપાર-ઉદ્યોગને પણ તેની રીતે વિદેશી હુંડીયામણ કેમ બચે તે ઉપાય શોધવા જણાવ્યુ છે.
બીજી તરફ વડાપ્રધાને આજે જે રીતે પેટ્રોલ-ડિઝલના વપરાશ ઘટાડવા માટે સલાહ આપી પછી હવે સરકાર કયારે ભાવ વધારે છે તે અંગે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે.
સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિલીટર રૂા.4-5નો વધારો કરે અને ડોમેસ્ટીક ગેસના સીલીન્ડર રૂા.40થી50 મોંઘા કરે તેવી ધારણા છે અને તા.15 મે પહેલા ભાવ વધારો આવી જશે તેવું સરકારી સૂત્રોને ટાંકીને આપવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે. ચાર વર્ષમાં આ સૌથી પ્રથમ અને સૌથી મોટા વધારો હશે. ઓઈલ કંપનીઓ માટે વધુ ખોટ સહન કરવી એ મુશ્કેલ બની જશે.
