વર્ષાઋતુ શરૂૂ થાય તે પૂર્વે જ પશ્ર્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ માં બદલી તથા બઢતીના ઓડરો થયેલા છે જેમાં એક્ઝિક્યુટિવ ઇજનેરથી સુપ્રિટેન્ડેન્ટ ઈજનેર ના પ્રમોશન ત્રણ અધિકારીઓને આપવામાં આવ્યા છે જેમાં પાલીતાણા ડિવિઝન ઓફિસમાં ફરજ બજાવતા જેસી ગોસ્વામીને ભુજ ખાતે મૂકવામાં આવ્યા છે તો રાજકોટની કોર્પોરેટ ઓફિસમાં ફરજ બજાવતા એચ.એમ ભોજાણીને મોરબી તથા સાવરકુંડલામાં ફરજ બજવતા બી એમ પટેલને પોરબંદર મુકાયા છે. એવી જ રીતે સુપ્રિટેન્ડેન્ટ ઈજનેરના ટ્રાન્સફર ઓર્ડર પણ થયા છે જેમાં કોર્પોરેટ ઓફિસ ભુજ ખાતે ફરજ બજાવતા ટી.એન વોરાની રાજકોટ શહેરમાં નિયુક્તિ કરવામાં આવી છે તો બીજી તરફ પોરબંદર ખાતે ફરજ બજાવતા સી.સી ડામોરને અમરેલીમાં બદલી કરાઈ છે. હાલ પ્રિમોનસુન કામગીરીને ધ્યાને લઈ તમામ તૈયારીઓ હાલ પૂર્ણ કરવા માં આવી રહ્યું છે જેથી વર્ષાઋતુ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે અને જો પરિસ્થિતિ વિગત પુરવાર થાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર સતર્ક રહે. આ તમામ બાબતોની ગંભીરતાને ધ્યાને લઈ હાલ તંત્ર દ્વારા તમામ જરૂૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ચોમાસા દરમિયાન કે પ્રકારની કામગીરી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવે છે.
રિલેટેડ ન્યૂઝ
-
સ્પેન અને ભારત વચ્ચે કરાર બાદ દેશનું પ્રથમ મેડ ઈન ગુજરાત એર ક્રાફ્ટ તૈયાર
સી-295નું વડોદરામાં ઉત્પાદન શરૂ : ભારતમાં પ્રથમવાર ખાનગી કંપનીએ વાયુસેના માટે વિમાન બનાવ્યું સ્પેન અને ભારત... -
એક વાઘની ગણતરી માટે 500 વનકર્મી, 250 કેમેરા તૈનાત
રતનમહાલ, સુલપાનેશ્ર્વર, પુર્ણા વિસ્તારમાં સર્વે શરૂ ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી વાઘ વિનાની સ્થિતિ હતી, પરંતુ ફેબ્રુઆરી... -
ઉત્તરપ્રદેશમાં થયેલી તારાજીમાં 100 વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા 15 લાખ સહાય
પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં 100 વ્યક્તિઓનાં મરણથી શ્રી મોરારિબાપુ દ્વારા રૂપિયા 15 લાખ...
