અબુધાબીના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો

અમેરિકા-ઇરાન યુધ્ધની આગ હવે યુએઇ સુધી પહોંચી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની આગ હવે સંયુક્ત આરબ અમીરાત સુધી પહોંચી ગઈ છે. રવિવારે યુએઈના અલ ધાફરા વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની બહાર એક શંકાસ્પદૃ ડ્રોન હુમલો થતાં ભયાનક આગ ફાટી નીકળી હતી. અબુ ધાબીના સ્થાનિક મીડિયા અનુસાર આ હુમલો પ્લાન્ટના અંદૃરના ભાગની બહાર આવેલા એક ઇલેક્ટ્રિકલ જનરેટર પર થયો હતો.
જો કે, સદૃનસીબે આ દૃુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને પ્લાન્ટના તમામ મુખ્ય સિસ્ટમ્સ સામાન્ય રીતે કામ કરી રહૃાા છે. ન્યુક્લિયર રેગ્યુલેશન ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે, રેડિયેશનનું કોઈ જોખમ નથી અને સુરક્ષાના તમામ સ્તરો સંપૂર્ણ સલામત છે.
યુએઈ સરકારે આ હુમલા માટે સત્તાવાર રીતે કોઈ દૃેશ કે સંગઠનનું નામ લીધું નથી. પરંતુ, ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વર્તમાન યુદ્ધ દૃરમિયાન અગાઉ પણ યુએઇના ઉર્જા પ્લાન્ટ્સ અને સમુદ્રી માર્ગો પર ડ્રોન અને મિસાઈલ હુમલા થઈ ચૂક્યા છે, જેની પાછળ ઈરાનનો હાથ હોવાનું માનવામાં આવતું હતું. ચાર રિએક્ટર ધરાવતા આ પરમાણુ પ્લાન્ટ પર યુદ્ધ શરૂ થયા પછીનો આ પ્રથમ હુમલો છે.
દૃક્ષિણ કોરિયાના સહયોગથી તૈયાર થયેલો આ પરમાણુ પ્લાન્ટ આશરે ૨૦ અબજ ડોલરના (રૂ. ૧.૬ લાખ કરોડથી વધુ) ખર્ચે બન્યો છે અને વર્ષ ૨૦૨૦ થી કાર્યરત છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, સમગ્ર અરબ દ્વીપકલ્પમાં આ પ્રથમ અને એકમાત્ર કાર્યરત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. તે સાઉદૃી અરેબિયાની સરહદૃ નજીક અબુ ધાબીના પશ્ર્ચિમી રણ વિસ્તારમાં આવેલો છે. યુક્રેન યુદ્ધ બાદૃ હવે મધ્ય-પૂર્વમાં પણ ન્યુક્લિયર પ્લાન્ટ્સ યુદ્ધની ઝપટે ચડી રહૃાાં છે. જે વૈશ્ર્વિક સ્તરે િંચતાનો વિષય છે.
આ ડ્રોન હુમલો એવા સમયે થયો છે જ્યારે ેંછઈ વૈશ્ર્વિક બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાય ચાલુ રાખવા માટે એક મોટા અને વૈકલ્પિક પ્રોજેક્ટ પર રાત-દિૃવસ કામ કરી રહૃાું છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદૃ બિન મોહમ્મદૃ બિન જાયદૃ અલ નાહયાન દ્વારા સરકારી ઓઇલ કંપની એડીએનઓસી ને એક નવી પાઇપલાઇનનું કામ યુદ્ધના ધોરણે ઝડપી બનાવવાનો આદૃેશ આપવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ