ઉતરાખંડ સ્થિત પવિત્ર ચારધામ યાત્રામાં હજારો-લાખો લોકો ઉમટી રહ્યા છે. જ્યારે કેદારનાથના માર્ગે પ્રચંડ ભૂસ્ખલન થતાં 10000થી વધુ યાત્રાળુઓ ફસાઇ ગયા હતા. સરકારી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી હાથ ધરીને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.સતાવાર સુત્રોએ કહ્યું કે રૂદ્ર પ્રયાગમાંથી 10450 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સોનપ્રયાગ તથા ગૌરીકુંડ વચ્ચે ભારે વરસાદ બાદ ભૂસ્ખલન સર્જાયું હતું. કાટમાળના ઢગલાને કારણે મુખ્ય ધોરીમાર્ગ બંધ થઇ ગયો હતો અને હજારો યાત્રાળુઓ ફસાઇ ગયા હતા.ગાઢ અંધકારમાં ભારે વરસાદ વચ્ચે સતત પથ્થરો પડતા હોવાથી અધવચ્ચે અટવાઇ પડેલા મુસાફરોમાં ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને તત્કાળ દોડાવવામાં આવી હતી. યુધ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરીને 10450 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
હજયાત્રાના કારણે મોટુ વિશ્ર્વયુદ્ધ હાલ ટળી ગયુ
યુએઇ અને સાઉદીની વાત માની અમેરિકી પ્રમુખ વાતચીતના માર્ગે આવ્યા સાઉદૃી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના... -
દેશમાં પેટ્રોલ, ડિઝલ, એલપીજીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે:સરકાર
કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યુ સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે દૃેશમાં પેટ્રોલ, ડીઝલ... -
લેન્ડિંગ દરમિયાન એરઇન્ડિયાનો પાછળનો ભાગ જમીન સાથે અથડાયો
બેંગલુરુ એરપોર્ટ પર મોટી દૃૂર્ઘટના ટળી દિૃલ્હીથી બેંગલુરુ જતી એર ઇન્ડિયાની લાઇટ લેન્ડિંગ દૃરમિયાન અકસ્માતનો ભોગ...
